ડીસા થરાદ હાઈવે પર બાઈક ચાલકને બચાવવા જતા બોલેરો પલટી મારતાં સર્જાયો અકસ્માત

Share

ડીસા થરાદ હાઇવે પર આવેલ નાના કાપરા પાસે બાઈક ચાલકને બચાવવા જતાં બોલેરો કેમ્પર ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારતાં બે લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે ડીસા થરાદ હાઇવે પર એક બોલેરો કેમ્પર ગાડી પલટી મારતાં બે લોકોને ગંભીર ઈજા થઈ હતી.

[ગૂગલે_ad]

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરાદ તરફથી આવી રહેલ બોલેરો કેમ્પર ગાડી નાના કાપરા નજીક બાઈક ચાલકને બચાવવા જતાં બોલેરો કેમ્પર ગાડી ડિવાઈડર સાથે અથડાતાં બોલેરો કેમ્પર ગાડી પલટી મારી હતી.

[google_ad]

Advt

આ ઘટના જાણ થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજા થતાં તાત્કાલીક ઘાયલોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share