ડીસાની એક સોસાયટીમાં આવેલા પૂર્વ ફ્લેટમાં અચાનક ભયંકર આગ લાગતાં અફરાતફરી મચી

Share

બનાસકાંઠાના ડીસામાં આવેલ એક ફ્લેટમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે નગરપાલિકાનું ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરવખરીનો સામાન તેમજ રોકડ રકમ બળીને ખાખ થઇ જતાં ફ્લેટ માલિકને મોટું નુકસાન થયું હતું.

[google_ad]

ડીસાની નેમિનાથ સોસાયટીમાં આવેલ પર્વ ફ્લેટમાં રહેતા રાજુભાઈ જયંતીભાઈ ઠક્કર આજે સામાજિક કામ અર્થે પાટણ ગયા હતા. તે સમયે ફ્લેટમાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે આખા ફ્લેટને લપેટામાં લઈ લીધો હતો.

[google_ad]

આગ લાગતાં જ આજુબાજુના લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા અને જાણ કરતા ડીસા નગરપાલિકાનું મીની ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચે તે પહેલાં મીની ફાયર ફાઇટરમાં સોટ સર્કિટ થતા આગ લાગી હતી જે બાદ બીજા ફાયર ફાઈટરને જાણ કરતા બીજું ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

[google_ad]

ફાયર ફાઇટરની ટીમે સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફ્લેટમાં આગ લાગતા લોકોમાં પણ દહેશતનો માહોલ ફેલાયો હતો જ્યારે ફ્લેટમાં આગ લાગતા ઘરવખરીના સમાનની સાથે 2 લાખની રોકડ પણ બળીને ખાખ થઇ જતા ફ્લેટ માલિકને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયુ હતું.

 

From – Banaskantha Update


Share