વડગામમાં યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Share

વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં ઝાડની ડાળીએ ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં છાપી સહીત વડગામ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.

[google_ad]

છાપી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ડિસા તાલુકા આસેડા ગામનો બળવંતજી ગલાજી ઠાકોર ઉ.વ.22 જે ભરકાવાડામાં ખેતમજુર તરીકે કામ કરતો હતો. જે યુવકની લાશ ભરકાવાડા ગામના ભીખાભાઇ અમરતભાઇ રાવલના ખેતરમાં ઉભેલા એક લીમડાના ઝાડની ડાળીએ કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો.

 

[google_ad]

આ અંગેની જાણ છાપી પોલીસને થતા જ છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇને યુવકની લાશનું પંચનામું કરીને અકસ્માતે ગુનો નોધીને આગળની તપાસ છાપી પી.એસ.આઇ.એસ.ડી.ચૌધરી ચલાવી રહ્યા હોવાનું ફરજ પરના પી.એસ.ઓ.એ જણાવ્યું હતું.


Share