પાલનપુરમાં માર્કેટયાર્ડની ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન શરૂ કરાયું

Share

બનાસકાંઠાના પાલનપર માર્કેટયાડમાં 16 ડિરેક્ટરો માટેની શનિવારે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ પ્રેરિત 2 પેનલોના 32 ઉમેદવારો મેદાનમાં છે. જેને લઈને વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યાં છે. શનિવારે મતદાન પૂરું થયા બાદ આવતીકાલે રવિવારે મતગણતરી હાથ ધરાશે.

[google_ad]

ભાજપની બંને પેનલ આમને-સામને બનાસકાંઠા જીલ્લાના પાલનપુર માર્કેટયાડની શનિવારે 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 ડિરેક્ટરોની ચૂંટણી માટે કુલ 32 ઉમેદવારો મેદાને છે. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતા ધારીયા અને પૂર્વ ચેરમેન સોમા પટેલની પેનલો આમને-સામને ચૂંટણી લડી રહી છે. જે બંને પેનલો ભાજપ પ્રેરિત પેનલો હોવાથી ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.

[google_ad]

આવતીકાલે મતગણતરી ચૂંટણીને લઈ શનિવારે વહેલી સવારથી જ અનેક ખેડૂત મતદાતાઓ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરવા માર્કેટયાર્ડ પહોંચ્યાં હતા. મોટી સંખ્યામાં ઉમટેલા મતદાતાઓ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે. ત્યાર બાદ તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ જશે. ચૂંટણીને લઈને વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયા અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલ બંને પોતાની પેનલના જીતના દાવાઓ કરી રહ્યા છે.

[google_ad]

જો કે, આવતીકાલે મતગણતરી બાદ જ પરિણામ સ્પષ્ટ થશે. મતદાતાઓ પરિવર્તનની વાત કરનારા પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલને માર્કેટયાર્ડની સતા સોંપે છે કે વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાના શિરે ફરીથી માર્કેટયાર્ડના ચેરમેનનો તાજ આપે છે તે આવતીકાલે પરિણામ બાદ સ્પષ્ટ થશે.

 

From – Banaskantha Update

 

 

 


Share