ડીસાના એલિવેટેડ બ્રિજ પર લાઈટો ચાલુ કરાવવા માટે બહુજન સમાજ પાર્ટીએ નાયબ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

Share

ડીસા ખાતે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવીન એલિવેટેડ બ્રિજ પર સ્ટેટ લાઈટ ન હોવાના કારણે અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે જેથી લાઈટો ચાલુ કરાવવા બાબતે બહુજન સમાજ પાર્ટીએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી હતી તેમજ અકસ્માતના બનાવમાં પણ વધારો થઈ રહ્યો હતો જેના કારણે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ડીસા શહેરમાં 200 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો.

Advt

[google_ad]

તે બાદ 2 વર્ષના સમયગાળામાં આ એલિવેટેડ કરી તૈયાર થઈ ગયો છે તેનું ખાતમહુર્ત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ એલિવેટેડ બ્રિજમાં લાઈટ નાખવામાં આવી છે. તે ચાલુ ન હોવાના કારણે અનેક નાના-મોટા અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે.

[google_ad]

જેથી બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પી.આર સોલંકી તેમજ તેમની ટીમે નવીન બનાવવામાં આવેલ એલિવેટેડ બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા બાબતે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી.

 

 

From – Banaskantha Update


Share