બનાસકાંઠાના શેરપુરા પાસેથી 40 પાડા કતલખાને જતાં બચાવી કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

Share

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામ પાસેથી એક ટ્રકમાં પાડા ભરીને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીએ રોકાવી ટ્રક ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પશુઓને કતલખાને જતા બચાવ્યા.

[google_ad]

ગુજરાત એ રાજસ્થાનને અડીને આવેલું રાજય છે. જેમાં ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની બોર્ડરે અડીને આવેલો જિલ્લો છે. જેથી રાજસ્થાનથી પશુઓને કતલખાને લઈ જવા મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા અનેકવાર પશુઓની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે આજે વધુ એક ટ્રક ભરીને પશુઓને કતલખાને જતા રોકાવી બચાવ્યા છે.

[google_ad]

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, હિમાલય અને તેના મિત્ર સાથે ગાડી લઈ પાલનપુરથી છાપી તરફ આવી રહેતા હતા. તે દરમિયાન એક ટ્રક રાજસ્થાન તરફથી આવતી ગાડીની ઓવર ટેક કરી તે દરમિયાન ટ્રકમાંથી પશુઓનો અવાજ આવતા શંકાસ્પદ લાગતા એ ટ્રકને રોકવાનો ઇશારો કરતા પરંતુ ટ્રક ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ પુરઝડપે બેફામ ચલાવી છાપી તરફ જતો હોઈ તે ટ્રકનો પીછો કરી કણોદર પુલથી આગળ શેરપુરા ગામના પાટિયા નજીક સહકાર હોટલ રોડનું કામ ચાલતું હોવાથી ટ્રક ધીમે થતા સહકાર હોટલ આગળ ટ્રકને ઉભી રખાવેલ.

[google_ad]

ટ્રકને તાંડપત્રી બાંધેલ હોવાથી તાંડપત્રી ખોલી ટ્રકમાં જોતા ટ્રકમાં 40 જેટલા દોઢથી બે વર્ષની ઉંમરના પાડા ખીચોખીચ એકબીજા સાથે ચામડી ઘસાય તેમજ સહેજ હલન ચલન ન કરી શકે તે રીતે ભરેલ હોઈ તેમજ ગળે ટૂંપો આવે તે રીતે દોરડાઓથી ચુસ્ત બાંધેલ હોઈ તેમજ ટ્રકમાં કોઈજ પ્રકારનું ઘાસ કે પાણીની વ્યવસ્થા ન હોઈ તેમજ ટ્રક ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ સરફરાજભાઈ મુસ્તાકએહમદ શેખ રહે.હિંમતનગર વાળો હોવાનું જણાવેલ તેને 40 પાડા ક્યાંથી ભરેલા તેમજ કયાં લઈ જવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા.

[google_ad]

ત્યારે ટ્રક ચાલકએ જણાવેલ કે રાજસ્થાનના સોજતથી ભરેલા તેમજ કડી ખાતે કતલખાનાની મંડીમાં લઈ જવાતા હોવાનું જણાવેલ તે બાદ ફરિયાદીએ રાજપુર ડીસા પાંજરાપોળનાં જીવદયાપ્રેમી કાર્યકર્તાઓ તમજ ટ્રસ્ટીઓએ પાલનપુર કંટ્રોલરૂમ ખાતે જાણ કરતા છાપીથી પોલીસ ઘટના સ્થળે આવી પોલીસ સાથે ટ્રકમાં ભરેલ 40 પાડા સાથે ટ્રક ચાલકને છાપી પોલીસ મથકે લાવી ટ્રક ચાલક વિરુદ્ધ હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયાએ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ નોંધી.

[google_ad]

તેમજ ભેસવંશ જીવને સારસંભાળ માટે ડીસા તાલુકાની કાંટ ખાતે આવેલ રાજપુર ડીસા પાંજરાપોળમાં લાવવમાં આવ્યા હતા ત્યાં ટ્રસ્ટીની સુચનાથી પાંજરાપોળમાં હાજર ગોવાળોએ તમામ પશુઓની ટ્રકમાંથી નીચે ઉતારી ઘાસચારા, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત જે પશુને સારવારની જરૂર હતી તેઓને પશુ તબીબ દ્વારા તાત્કાલી યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share