પાલનપુરમાં નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

Share

પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એ.ટી. પટેલના અધ્યઅક્ષસ્થાંને જીલ્લાસંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.

[google_ad]

બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ અધિકારીઓને જણાવ્યું કે, ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવીને તેઓને વિગતવાર અને સમયમર્યાદામાં પત્યુત્તર પાઠવીએ.

[google_ad]

બેઠકમાં દિયોદર વિસ્તારમાં ખેડૂતોને વીજ પુરવઠાના ઓછા વોલ્ટ અંગેનો પ્રશ્ન, દિયોદર તાલુકાના વિસ્તારમાં રેલ્વે લાઈન પર માર્ગમાં આવતા રેલ્વે ફાટક પર ખેતરમાં જવા-આવવા રસ્તા બાબતે, ડીસા ખનન ચોરી અટકાવવા, જંગલ વિસ્તારમાં આદિવાસીઓને આપવામાં આવેલી જમીનમાં વન વિભાગની કનડગત દૂર કરવા, પી.એમ.જે.એ.વાય કાર્ડની ઝડપી પ્રક્રિયા કરવા, નર્મદા કેનાલ પરથી એક તરફ બીજી તરફ જવા આવવા નાના મોટા પુલીયા બનાવવા, વરસાદના કારણે પડેલા ખાડા સત્વરે પૂરણ કરવા, થરાદ તાલુકાનાં નાગલા, ડોડગામ અને ખાનપુર ગામમાં વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબતે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

[google_ad]

આ બેઠકમાં જીલ્લાપંચાયતના પ્રમુખ ભુપતાજી મકવાણા, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્યા, કાંતિભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, ગુલાબસિંહ રાજપૂત, મહેશભાઇ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ પરમાર, પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક અઘિકારી અભયસિંગ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share