બનાસકાંઠામાં થરા નગરપાલિકા ચુંટણીમાં કુલ મળીને 122 ફોર્મ ભરાયાં

Share

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તારીખ 16/09/2021ના રોજ 26 ફોર્મ ભરાયાં હતાં ત્યારે 17/09/2021ના રોજ 46 ફોર્મ ભરાયાં હતાં ત્યારે 18/09/2021ના રોજ 50 ફોર્મ ભરાયાં હતાં એટલે હવે કુલ મળીને 122 ફોર્મ ભરાયાં છે.

 

[google_ad]

જેમાં કોંગ્રસના પ્રદેશ મંત્રી અમરતજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતાજી મકવાણા અને કોંગ્રસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલાની પેનલનું વધુ પ્રભુત્વ જોવા મળ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રશાંત ચૌધરી સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મેન્ડેડ પ્રક્રિયા હાથ ધરી હતી.

[google_ad]

હવે થરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની અંત્તિમ તારીખ મુજબ ત્રિપાંખિયો જંગ જામશે એ નિશ્ચિત થઈ ગયું છે ત્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડીએ કોણ કોણ દાવેદાર અને નશીબદારને મેન્ડેડ મુજબ ચુંટણી લડવાનો મોકો મળે એવી અટકળો ચાલી રહી છે. ત્યારે ચુંટણી અધિકારી એફ. એ. બાબી અને કાંકરેજ મામલતદાર એમ.ટી રાજપૂત તેમજ ડીસા નાયબ મામલતદાર બી.એન. જોષી. તેમજ સર્કલ એ.સી. સુથારની ટીમ દ્વારા ફોર્મ ભરવાની અંત્તિમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Advt

[google_ad]

ત્યારે નાયબ કલેકટર ડીસા બાબીએ જણાવ્યુ હતું કે અત્યાર સુધીમાં કુલ મળીને 122 ફોર્મ ભરાયાં છે અને એમાં 2 ફોર્મ ડમી એટલે કે અમુક ભૂલ સુધારો કે કોઈ કાગળ બાકી રહેતાં કુલ મળીને 124 ફોર્મ નોંધાયા છે ત્યારે હવે થરા નગરપાલિકાની ચુંટણીના બ્યુગલ ફૂકાયા છે ત્યારે નવી નવી વાતો સાથે સમાધાન અને શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને રાજકીય આગેવાનો મતદારોને રીઝવવા માટે મથામણ શરૂ કરી દીધી છે.

 

 

From – Banaskantha Update


Share