Share

કોરોના વાયરસ મહામારી બાદ રાજ્યમાં આપઘાતના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી ચુક્યું છે. ધીમે ધીમે લોકો મહામારીના કપરા સમયમાંથી બહાર આવી રહ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શનિવારે સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં વધુ એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, સુરત જીલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં એક યુવકની લાશ પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને પાણીના ટાંકામાંથી ભારે જહમત બાદ યુવાનના મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

મૃતક રાજુભાઈ બોઘાણી 5 સપ્ટેમ્બરથી ગુમ હતો, આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવાર યુવાનને છેલ્લા 13 દિવસથી શોધી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે પાણીમાં દુર્ગંધ આવતા પરિવારે ઘરની છત પર રાખેલી પાણીની ટાંકી ચેક કરતાં દીકરાનો મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહ જોઈ પરિવાર આઘાતમાં સરી ગયો હતો. પોલીસને આ મામલે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે આજુબાજુ રહેતાં પાડોશીઓના ટોળે ટોળા પણ ઉમટી પડયા હતા. ટાંકાનું ઢક્કન નાનું હોવાથી મૃતદેહ બહાર કાઢવો મુશ્કેલ હતો જેથી પોલીસે પાણીની ટાંકી કાપીને ભારે જહમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લાશને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી.

[google_ad]

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક મઢી ગામના બજારમાં રાજ ઈલ્ક્ટ્રીક નામની મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવતો હતો 5 સપ્ટેમ્બરે બપોરે 2.45 કલાકે કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયો હતો, ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી તમામ સગાસંબંધીઓ મિત્રો વગેરે જગ્યાએ તપાસ શરૂ કરી હતી, સાથે પોલીસને પણ જાણ કરી હતી. જે દીકરાને 13 દિવસથી પરિવાર શોધી રહ્યો હતો, તેનો મૃતદેહ ઘરના જ પાણીના ટાંકામાંથી મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોત પાછળનું રહસ્ય હજુ જાણવા મળ્યું નથી. પરંતુ, યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

From – Banaskantha Update


Share