બનાસકાંઠાના ખેડૂતે 6 એકરમાં તૈયાર બાજરીનો પાક બાધા પૂરી કરવા ગાયોને ચરાવી દાન કર્યું

Share

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા ચોથાનેસડા ગામના એક ખેડૂતે 6 એકરમાં તૈયાર થયેલી બાજરી સહિતનો પાક ગાયોને ચરવા માટે અર્પણ કરી દીધો છે. વિવાદમાં પડેલા ખેતરે જવાના માર્ગની બાધા પૂર્ણ થતાં તેઓએ પોતાના ખેતરમાં ઊભેલો અંદાજિત રૂ. 1 લાખની કિંમતનો તૈયાર થયેલો પાક ગાયોને ચરાવી દાન કર્યું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના ચોથાનેસડા ગામે રહેતાં માનસિંગભાઈ ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ખેતર જવાના માર્ગ માટે તેમણે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમજ આ માર્ગ અંગે તેઓએ કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. તેમ છતાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેથી તેમણે જો ખેતરમાં જવાનો માર્ગ મળી જાય તો ખેતરમાં તૈયાર થયેલ એક સિઝનનો તમામ પાક ગાયોને અર્પણ કરી દેવાની બાધા રાખી હતી.

[google_ad]

જે બાદ તેઓને પોતાના ખેતરે જવાનો માર્ગ મળી જતા શનિવારે તેમના ખેતરની 6 એકર જમીનમાં ઉભેલી બાજરી સહિતનો તમામ પાક ગાયોને ચરવા માટે અર્પણ કર્યા હતો.

[google_ad]

 

વાવ જેવા સરહદી વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે ઘાસચારાની ખૂબ જ તંગી છે. તેવામાં ગામની ગાયોને તૈયાર થયેલ લીલીછમ બાજરીનો પાક ચરવા મળતા પશુ માલિકોને પણ ઘાસચારા બાબતે થોડી રાહત મળી હતી.

 

From – Banaskantha Update


Share