ડીસાના સોયલા અને ઘરનાળ ગામના ખેતરમાં ઘૂસી દીપડાએ ત્રણ લોકોને ઘાયલ કર્યાં

Share

ડીસા તાલુકાના સોયલા અને ઘરનાળ ગામમાં શુક્રવારે દીપડાએ દેખા દેતાં ગામમાં ભયનો માહોલ છવાયો હતો. જેમાં ખેતરમાં ઘૂસી દીપડાએ ત્રણ લોકોને ઘાયલ કર્યાં હતા. જેમને સારવાર અર્થે તાત્કાલીક ભીલડી પી.એચ.સી. સેન્ટરમાં ખસેડાયા હતા.

 

[google_ad]

જ્યારે આ ઘટનાની જાણ ભીલડી પોલીસ અને ફોરેસ્ટ વિભાગને કરતાં પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ પાંજરુ લઇ ઘટનાસ્થળે દોડી દીપડાને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના નાના જામપુરામાં એક સપ્તાહ અગાઉ બનાસ નદીના પટમાં દીપડાએ દેખા દેતાં બે લોકોને ઘાયલ કર્યાં હતા. ત્યારે ડીસા તાલુકાના સોયલા અને ઘરનાળ ગામમાં શુક્રવારે દીપડાએ દેખા દેતાં અફડા-તફડી મચી ગઇ હતી.

Advt

[google_ad]

જ્યારે ખેતરમાં દીપડાએ ત્રણ લોકોને ઘાયલ કર્યાં હતા. ત્રણ ઘાયલ લોકોને સારવાર અર્થે ભીલડી પી.એચ.સી. સેન્ટરમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ ભીલડી પોલીસ અને ફોરેસ્ટ વિભાગને કરતાં ભીલડી પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ પાંજરુ લઇ ઘટનાસ્થળે પહોંચી દીપડાની શોધખોળ માટે કામગીરી ચાલુ કરાઇ હતી.

 

 

From – Banaskantha Update


Share