લાખણીની સણીયાલી પુરા પ્રા.શાળામાં ફક્ત બે જ ઓરડા : વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર

Share

બનાસકાંઠાના લાખણી તાલુકાના સણીયાલી પુરા આવેલ 1થી 8 ધોરણની શાળામાં 110થી વધારે બાળકો અભ્યાસ કરે છે. તેમને પૂરતો શિક્ષકોનો સ્ટાફ ભણાવે છે. પરંતુ આ શાળામાં માત્ર બે જ ઓરડા હોવાને કારણે અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને ભણવું પડે છે. જેથી સત્વરે તંત્ર દ્વારા બાળકોને ભણવા માટે નવિન ઓરડા બનાવા જોઇએ.

[google_ad]

લાખણી તાલુકાની સણીયાલી પુરા 1 થી 8 ધોરણની શાળામાં 110થી વધારે છાત્રો ભણે છે. સણીયાલી પુરા આવેલ પ્રાથમિક શાળામાં ઓરડાનો અભાવ હોવાને કારણે શિક્ષકો તથા આચાર્ય દ્વારા સંલગ્ન વિભાગમાં રજુઆત કરાઇ છે અને ઓરડા મંજૂર કરવામાં આવ્યાં હોવા છતાં નવિન ઓરડા બનાવવામાં આવ્યા નથી.

[google_ad]

જે અંગે શાળાના આચાર્ય તથા મદદનીશ શિક્ષક જણાવાયા મુજબ શાળામાં ત્રણ વર્ષ અગાઉ 3 ઓરડા હતા. જે પૈકી એક ઓરડાને બિનઉપયોગી જાહેર કરાતા અત્યારે બાળકોને ઝાડ નીચે અને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે. ઉનાળામાં અને ચોમાસામાં બાળકોને ભણવામાં ખુબ જ ગંભીર મુશ્કેલીઓ પડે છે. આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વાર સરકારને અપીલ અને રજૂઆત કરવામાં આવી.

 

From – Banaskantha Update


Share