પાટણમાં યુવકને ક્રેડીટ કાર્ડની લાલચ આપી રૂ. 50 હજારની છેતરપિંડી આચરતાં ચકચાર

Share

પાટણ શહેરમાં રહેતાં 24 વર્ષિય યુવકને બેંકના કર્મચારી હોવાનું હિન્દી ભાષામાં વાત કરીને ક્રેડીટ કાર્ડની લોભામણી લાલચ આપીને ઓનલાઇન રૂ. 50 હજારની ઠગાઈ કરી હોવાની પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વિવેક અનિલકુમાર પટેલ તેઓના મોબાઈલ ઉપર indusind બેંક કર્મચારીની હીન્દી ભાષામાં વાત કરતાં હતા. હાલમાં અમારી બેંકમાં ક્રેડીટ કાર્ડની સારી ઓફર ચાલી રહી છે. તેવી વાતો કરી વિશ્વાસ કેળવી ત્યારબાદ આધારકાર્ડ અને પાનકાર્ડ વોટ્સએપ મારફતે મેળવી તેઓને ટેલિફોનિક વાત કરી કહ્યું હતું કે, તમારું સીમકાર્ડ બીજા એન્ડ્રોઇડ મોબાઈલમાં લગાવો ત્યારે યુવકે ઘરે જઈ તેની બહેનના મોબાઈલમાં સીમ કાર્ડ લગાવી તેમને ફોન કરી એક લિંક મોકલી 15 મિનિટ આ મોબાઇલમાં જ રાખજો કહી થોડીકવારમાં બે ઓ.ટી.પી. આવ્યા ત્યારે મને શંકા જતાં સીમ કાર્ડ કાઢવા હતા. એટલામાં તો બેંકનો મેસેજ આવ્યો ખાતામાંથી રૂ. 50 હજાર કપાઈ ગયા છે.

[google_ad]

advt

 

આ અંગે યુવકે પાટણ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. તેના આધારે પાટણ બી ડીવીઝન પોલીસે ઔદ્યોગિક વિજ્ઞાન માહીતી અધિનિયમ હેઠળ 420 નો ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. એ.સી. પરમાર કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share