બી.એસ.એફ. ની ર્કોકોડાયલ કમાન્ડો ટીમને અમદાવાદ ઉમિયા ધામ પરિસરથી સાઈકલ રેલીને લીલીઝંડી અપાઈ

Share

બોર્ડર સિક્યોરિટી ફોર્સ બી.એસ.એફ. ની ર્કોકોડાયલ કમાન્ડો ટીમ જેને આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ એ.સી. કેપ્ટન સંદીપસિંહ રાજપૂત, આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ કેપ્ટન રોહન ભંડારી અને અન્ય 16 ર્કોકોડાયલ કમાન્ડોની ટીમ તા.13 સપ્ટેમ્બરે 2021 સવારે 9 વાગ્યે દાંડી કૂચ નવસારીથી રાજઘાટ દિલ્લી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક 1308 કિલોમીટરની દૂરી તા. 02 ઓક્ટોબર 2021 પૂર્ણ કરશે.

[google_ad]

આ સાઈકલ રેલી અમદાવાદ ઉમિયા ધામ પરિસર ઉમિયા કેમ્પસ સોલા રોડ ભાગવત વિધાપીઠના પ્રાંગણમાં સ્વાગત દિલીપભાઈ પટેલ, અર્ધ સૈનિક લશ્કરી દળોના ફ્રૂટવેયર, ઇક્યુકમેન્ટ સપ્લાયર્સ બિઝનેસમેન, દેવીદાસ વૈષ્ણવ, અર્ધસૈનિક બલ કેબિનેટ કમિટી સદસ્ય, સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટીટ્યૂટ, નવા વાડજના સંસ્થાપક અશોકભાઈ પંડયા, નિમેતભાઈ પટેલ, જાયદન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કોરોના વેક્સિન ટીમ વૈજ્ઞાનિક, સમાજ સેવક કમલેશભાઈ વૈષ્ણવ, ભરતભાઈ શાહ દ્વારા ગાંધી આશ્રમ સાબરમતી દ્વારા ચરખા નિર્મિત સૂતમાલાથી કરવામાં આવ્યો હતો.

[google_ad]

એસ.જી.વી.પી. માં છાત્રાઓ જે જી.પી.એસ.સી. ,યુ.પી.એસ.સી.ની તૈયારી કરી રહ્યા છે. એમના દ્વારા ગગનચુંબી અવાજે ભારત માતાની જય, વંદે માતરમ્, જય જવાન, જય કિસાનના દેશ ભક્તિ વંદના નારાથી કરાઇ હતી અને હલકા ફળ-ફ્રૂટ, ચા-પાણી સેવન કર્યા પછી સરકારી સેવાનું પ્રશિક્ષણ લેનાર ઉમિયા ધામ ટ્રસ્ટના છાત્રાઓ જે જી.પી.એસ.સી. ,યુ.પી.એસ.સી.ની તૈયારી કરી રહ્યા છે.

[google_ad]

એમને બંને ટીમ લીડર આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ કેપ્ટન સંદીપસિંહ રાજપૂત અને આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ કેપ્ટન રોહન ભંડારી દ્વારા દેશ સેવામાં જોડાવવા માંગતા યુવાઓ માટે માર્ગદર્શન, મોટીવેશન અને માતા-પિતાની સેવા, સંસ્કારનું બહુ જ સરસ, મધુર વ્યાખ્યાન જીવનનું મહત્વ આપ્યો હતો.

From – Banaskantha Update


Share