ભીલડીમાં 3 સ્થાનિકોને ઘાયલ કર્યા બાદ 6 કલાકની ભારે જહેમતે દીપડો પાંજરે પુરાયો

Share

ડીસાના ભીલડી ખાતે આજે દીપડો દેખાતા ભીલડી સહિત આજુબાજુના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો તેમજ દીપડાએ ફોરેસ્ટ વિભાગના ગાર્ડ સહિત 4 લોકોને દીપડાએ ઘાયલ કર્યા હતા. આખરે 6 કલાકની જહેમત બાદ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

[google_ad]

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ રેલવે સ્ટેશનની પાછળ એક ખેતરમાં દીપડો દેખાતા ભીલડી પંથકમાં ભયનો માહોલ છવાયો હતો તેમજ દીપડાએ સ્થાનિક ત્રણ લોકોને ઘાયલ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

જે બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ તેમજ ભીલડી પોલીસને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ ભીલડી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ 6 કલાકના ભારે જહેમત બાદ દીપડો ખેતરમાંથી રેલવે જંકશન બાજુ દોટ મૂકી હતી જેમાં ફોરેસ્ટ વિભાગના ગાર્ડને ઘાયલ કર્યા હતો.

[google_ad]

ફોરેસ્ટ વિભાગના ગાર્ડને પણ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બાદ દીપડો રેલવે જંકશનના બાથરૂમમાં ઘુસી જતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ બેહોશીના બે ઇન્જેક્શન મારી દીપડાને બેહોશ કરી પાંજરે પૂર્યો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમે દીપડાને પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ પાંજરે પૂરાયેલા દીપડાએ ફોરેસ્ટ અધિકારીના ગાર્ડ તેમજ સ્થાનિક લોકો સહિત ચાર લોકોને ગંભીર ઇજા પોહંચાડી હતી.

 

From – Banaskantha Update


Share