દાંતીવાડાના લાખણાસરમાં કોઝવે રાત્રિ દરમિયાન બનાવી થઇ રહી છે ગંભીર ગેરરીતી

Share

દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામમાં કોઝવે રાત્રિ દરમિયાન બનાવતાં લોકોમાં આક્રોશ. જેમાં તંત્રની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો ગંભીર પ્રકારની ગેરરીતીઓ આચરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કામોમાં ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. નિયમો નેવે મૂકીને રાત્રિ દરમિયાન લાખણાસર કોઝવેનું કામ કરી રહ્યા છે. રાત્રિ દરમિયાન કોઝવેની કામગીરી કરતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં નવા રોડ અને રસ્તાઓ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની કામગીરી કોન્ટ્રાક્ટરોને સોંપી દેતાં હોય છે. હાલમાં કોન્ટ્રાક્ટરો નવા રોડ અને રસ્તાઓ બનાવતી વખતે જે ગ્રાન્ટ સરકાર ફાળવે તે તેનાથી હલકી ગુણવત્તાવાળુ કામ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવું પ્રકાશમાં આવ્યું છે.

[google_ad]

દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામમાં કોઝવે બનાવવાની રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરાઇ છે. જેમાં તંત્ર છાવરતી હોય તેમ મિલીભગતથી કોન્ટ્રાક્ટરો રાત્રિ દરમિયાન કોઝવે બનાવવાની ગંભીર પ્રકારની ગેરરીતી કરી રહ્યા છે.

Advt

[google_ad]

નિયમો નેવે મૂકીને રાત્રિ દરમિયાન લાખણાસર કોઝવેનું કામથી લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. રાત્રિ દરમિયાન કોઝવેની કામગીરી કરતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જોકે, અગાઉ પણ આ કામગીરી કરતી એસ.આર.ઇન્ફ્રાકન્ટ્રક્શન કંપની વીજચોરીમાં ઝડપાઇ હતી. જેમને મસમોટો દંડ પણ ફટકાર્યો હતો.

 

From – Banaskantha Update


Share