ડીસાના વિઠોદર ગામે નજીવી બાબતે એક યુવક પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

Share

ડીસા તાલુકાના વિઠોદર ગામમાં એક યુવકને નજીવી બાબતે ત્રણ શખ્સોએ લાકડી અને ગડદાપાટુનો મારમારતાં ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વિઠોદર ગામમાં રહેતાં કમલેશકુમાર અશોકભાઇ ઠાકોર મંડપમાં મજૂરી કામ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 15/09/2021ના રોજ વિઠોદર ગામના રમેશભાઇ મફાજી ઠાકોરને વિઠોદર ચોકડી ખાતે દુકાનનું ઉદ્દઘાટન હોવાથી કમલેશકુમાર ઠાકોરે મંડપનો ઓર્ડર લીધો હતો.

 

[google_ad]

કમલેશકુમાર ઠાકોર રાત્રે નવ વાગ્યે મંડપ બાંધવાનું કામ કરતો હતો. તે દરમિયાન વિઠોદર ગામના સુખાજી તખાજી ઠાકોર, મનાજી તખાજી ઠાકોર અને લાલાજી તખાજી ઠાકોર આવ્યા હતા. જેમાં સુખાજી ઠાકોરના હાથમાં લાકડી હતી. આ ત્રણેય આવીને કમલેશકુમાર ઠાકોરને કહ્યું કે, તારી માતાએ અમારી ઉપર અરજી કેમ કરી છે. તેમ કહી મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ત્યારે કમલેશકુમાર ઠાકોરે અપશબ્દો બોલવાની ના પાડતાં આ ત્રણેય જણાં એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. જેમાં સુખાજી ઠાકોરના હાથમાં રહેલી લાકડી કમલેશકુમાર ઠાકોરને માથાના ભાગે અને શરીરના ભાગે આડેધડ માર માર્યો હતો અને મનાજી ઠાકોર અને લાલાજી ઠાકોરે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

 

[google_ad]

તે સમયે કમલેશકુમાર ઠાકોરે બૂમાબૂમ કરતાં રમેશભાઇ મફાજી ઠાકોર, સવીબેન રમેશભાઇ ઠાકોર, મુકેશજી ગણેશજી ઠાકોર અને કમલેશકુમાર ઠાકોરના માતા-પિતા દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યો હતો. તે બાદ આ ત્રણેય જણાં જતા જતા કહેતા ગયા કે, આજે તો તું બચી ગયો પરંતુ લાગ આવશે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share