પગપાળા અંબાજી દર્શને જઈ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત : બે તરૂણો અને 1 બાળકીનું મોત

Share

અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાણપુર વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહનની અડફેટે 3 પદયાત્રીના મોત થયા છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 2 તરૂણો અને 1 બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

[google_ad]

અંબાજીમાં ભાદવરા મહિનામાં પદયાત્રીઓ મોટા પ્રમાણમાં અંબાજી જતા હોય છે. આ વખતે અંબાજીનો મેળો રદ કરવામાં આવ્યો છે. પરંતુ લાખો પદયાત્રીઓ પગપાગા અંબાજી પહોંચીને માતાના દર્શન કરે છે. ત્યારે આવા જ કેટલાક પદયાત્રીઓને અક્સમાત નડ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અજાણ્યા વાહને મોડી રાતે આશરે ત્રણેક વાગે અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 પદયાત્રીઓ ઘાયલ થયા છે.

[google_ad]

મૃતકોના નામ:1

નરેશ બચુભાઈ ડામોર, (ઉંમર 16 વર્ષ)
હરીશ શંકર ભાઈ ડામોર (ઉંમર 15 વર્ષ)
રેશમીબેન ભોઈ (ઉંમર 12 વર્ષ)

 

[google_ad]

ઇજાગ્રસ્તોના નામ:

ઈન્દ્રા સોમાજી તબીયાડ (ઉંમર 14 વર્ષ )
રાકેશ ડામોર (ઉંમર 12 વર્ષ)

 

[google_ad]

મૃતકોનાં અકાળે મૃત્યુંથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ તરૂણો પગપાળા ચાલીને માં અંબાના દર્શન કરવા જઇ રહ્યા હતા. મોડી રાતે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે ત્રણ પરિવારના દિપક બૂજાયા છે.

 

[google_ad]

અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી પણ વધુ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. અંબાજી ભાદરવી પૂનમે દર્શનાર્થે આવતા યાત્રિકોની વધતી જન મેદનીને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા ધ્વનિ પ્રદુષણ ન થાય તે માટે માઈક ઉપર સાઉન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

 

From – Banaskantha Update


Share