માનવતાની મહેક: પાલનપુર એરોમા સર્કલ પર વિખૂટી પડેલી ત્રણ બાળકીઓનું છાપી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

Share

પાલનપુર એરોમા સર્કલથી મળી આવેલી ત્રણ બાળકીઓને છાપી પોલીસ મથકના પી.એસ.ઓ.એ માતા-પિતાને સોંપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. વડગામના તેનીવાડા ગામે આવેલ વૃંદાવન હોટલ પાછળ આવેલ સોસાયટીમાં રહેતાં અને મજૂરી કરતાં એક પરિવારના ત્રણ બાળકીઓ તેની વાડાથી છાપી હાઇવે પર શાકભાજી લેવા ગયા ત્યારે ભૂલથી પાલનપુર જતાં રહેતાં આ ત્રણેય બાળકીઓ પાલનપુર એરોમા સર્કલ પરથી મળી આવી હતી. જેમની પાલનપુર પોલીસ દ્વારા પૂછપરછ કરતાં હેબતાઇ ગયેલી ત્રણ બાળકીઓએ છાપીના હોવાનું જણાવતાં પોલીસે છાપી પોલીસનો સંપર્ક કર્યો હતો.

[google_ad]

જ્યાં છાપી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ.માં ફરજ બજાવતાં જગદીશભાઇ પરમાર દ્વારા આ બાબતે પ્રાથમિકતા દાખવી તાત્કાલીક ધોરણે આવી ત્રણ બાળકીઓનો કબજો મેળવ્યો હતો અને સોશિયલ મીડીયામાં મેસેજ અને ફોટો નાખતાં બાળકીઓના વાલીઓ દ્વારા છાપી પોલીસ મથકે દોડી આવ્યા હતા.

advt

[google_ad]

ત્યારે પોલીસ કર્મી જગદીશભાઇએ આધારભૂત ડોક્યુમેન્ટ બતાવ્યા બાદ ત્રણ બાળકીઓને તેમના પરિવારને સુપ્રત કરી હતી. પોલીસની પ્રશંસનીય કામગીરીથી પરિવાર સહીત લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

 

 

From – Banaskantha Update


Share