ડીસામાં નવા બસ સ્ટેશનની બહાર દબાણદારોને નોટીસો અપાઇ

Share

ડીસા નેશનલ હાઇવે ઓથોરીટીની જગ્યા પર ઉભા રહેતાં લારી-ગલ્લા ધારકોને ડીસાના એસ. ટી. વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે નોટીસો ફટકારી છે.ડીસાના નવા બસ સ્ટેશન હંમેશા કોઇના વિવાદોમાં ઘેરાયેલું રહે છે. થોડા દિવસ અગાઉ શૌચાલયને લઇને ડીસાના નવા બસ સ્ટેશનમાં બૂમરાડ ઉઠવા પામી હતી. ત્યારે હવે એસ. ટી. ટ્રાફીક ઇન્સ્પેકટરને દ્વારા કોઇપણ જાતની કાયદાકીય સત્તા ન હોવા છતાં ડીસાના નવા બસ સ્ટેશન વિસ્તારમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લારી-ગલ્લા ધારકોને દબાણો દૂર કરવા નોટીસો આપવામાં આવી છે.

 

[google_ad]

 

 

જેને લઇને વિવાદ સર્જાયો છે. ડીસાના નવા બસ સ્ટેશનની બહારની જગ્યા નેશનલ હાઇવે ઓથોરીટીની છે. જ્યાં વર્ષોથી લારી ધારકો ઉભા રહીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે એક તરફ મોંઘવારી બીજી તરફ કોરોના મહામારીએ લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે. લોકોને પોતાનું પેટ ભરવું પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકાર દ્વારા સહકાર આપવાની જગ્યાએ ગરીબોની રોજીરોટી છીનવી રહી છે તેવા આક્ષેપો લગાવ્યા હતા. ભાજપ સરકાર ગરીબી હટાવવાની વાતો કરી રહી છે.

 

[google_ad]

 

 

ત્યારે ભાજપ સરકારના વહીવટી તંત્ર દ્વારા ગરીબોને દૂર કરવામાં આવી રહ્યા છે. જે કેટલું યોગ્ય છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરીટી સાથે ટેલિફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘નેશનલ હાઇવે ઓથોરીટીની જગ્યા પર રોજીરોટી મેળવતાં લારી ધારકોને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કોઇ નોટીસો આપવામાં આવી નથી અને નેશનલ હાઇવે ઓથોરીટીની જગ્યા પર દબાણો દૂર કરવાનો એસ. ટી. વિભાગને કોઇ હક્ક નથી. જ્યારે નેશનલ હાઇવે ઓથોરીટી પાસે દબાણોની ફરિયાદો આવશે. ત્યારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.’

[google_ad]

 

 

 

ત્યારે સવાલો ઉભા થઇ રહ્યા છે કે, ગુજરાતમાં સરકારથી મોટું એસ.ટી. વિભાગ કેવી રીતે બની શકે એસ. ટી. વિભાગને એસ. ટી. બસ સ્ટેશનની આજુબાજુના દબાણો દૂર કરવાની સત્તા છે. ત્યારે બસ સ્ટેશનની બહાર ઉભા રહેતાં દબાણો દૂર કરવાની કાયદાકીય સત્તા કોને આપી છે. શું એસ.ટી. વિભાગ દ્વારા કાયદાનો દૂર ઉપયોગ કરી નાના લારી-ગલ્લા ધારકોને ડરાવવા માટે નોટીસો આપવામાં આવી છે. જ્યારે દબાણદારો દ્વારા પણ એસ. ટી. વિભાગ સામે કાનૂની લડાઇ લડવાની તૈયારી દર્શાવી છે અને ખોટી રીતે નોટીસો આપી કાયદાને હાથમાં લેવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

 

[google_ad]

Advt

 

 

 

 

આ અંગે નેશનલ હાઇવે એથોરીટીએ જણાવ્યું હતું કે, ‘એસ. ટી. વિભાગને દબાણો દૂર કરવાની નોટીસ આપવાની કોઇ જ છતાં નથી.’ આ અંગે એસ. ટી. ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ભૂલથી નોટીસો અપાઇ ગઇ છે. ડેપો મેનેજર સાથે વાતચીત કરી નોટીસો પરત લેવામાં આવશે.’

[google_ad]

 

 

 

From-Banaskantha update

 


Share