ધાનેરામાં ગટર લાઇનના તૂટેલા ઢાંકણાઓથી કોઈ નિર્દોષ ભોગ બને તેનો ભય

Share

ધાનેરામાં કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના હવે કોઈ મોટી જાનહાની સર્જે તો નવાઈ નથી. શહેરના જાહેર માર્ગોની વચ્ચો વચ આવેલા ગટર લાઇનમાં ઢાંકણા કેટલીક જગ્યાએ તૂટી જતા નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે.

 

[google_ad]

ધાનેરા નગરપાલિકાના સત્તાધીશોને પ્રજાને પડતી મુશ્કેલીઓ નજરે આવતી નથી. શહેરના તમામ વિસ્તારમાં ભૂગર્ભ યોજના અંતર્ગત ગટરના કનેકસન મૂળ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે અને ભૂગર્ભ કેનાલ રસ્તાના વચ્ચો વચથી પસાર થાય છે. જેના પરના સિમેન્ટના ઢાંકણ કેટલાંક વિસ્તાર તૂટી ગયા છે. તો કેટલીક જગ્યાએ રસ્તા પર ગટરના ઢાંકણા ઉપસી આવ્યા છે.

[google_ad]

વરસાદ પડતો હોય એ સમય દરમિયાન વાહન પર કે પછી ચાલતા જતા લોકોને રસ્તા પર પાણી ભરાઈ જતા ક્યાં ખાડો છે તે ખબર હોતી નથી. જેથી મોટર સાઇકલ કે પછી સ્કુટી ખાડામાં પટકાય છે. જેમાં મોટા ભાગે મહિલા અને બાળકો ચાલુ વરસાદ દરમિયાન નીચે પટકાતા હોય છે.

 

[google_ad]

રસ્તાના વચ્ચો વચ્ચ ગટર લાઇનનું ઢાંકણ તૂટી જવાના કારણે વરસાદના સમયે મોટા ખાડામાં બાળકો પડતા હોય છે. હાલમાં ધાનેરા નગર પાલિકાની સત્તા અટવાયેલી છે. પાલિકા પ્રમુખ ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાઈ આવ્યા છે. તો ઉપપ્રમુખ કોંગ્રેસ પક્ષના છે બન્ને પક્ષ પાસે સત્તા હોવા છતાં પણ પ્રજા ચોમાસા ઋતુ દરમિયાન હેરાન પરેશાન થઈ રહી છે.

 

From – Banaskantha Update


Share