ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ કેબિનેટ બેઠકમાં કાંકરેજના ધારાસભ્યને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની ખાતાની ફાળવણી કરાઇ

Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળની શપથવિધી ગુરૂવારે રાજભવનમાં યોજાઇ હતી. જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલે પહોંચ્યા હતા.

[google_ad]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક યોજાઇ હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઇ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ખાતાની ફાળવણી કરાઇ હતી. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ધારાસભ્યને ખાતાની ફાળવણી કરતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

 

[google_ad]

જ્યારે કાંકરેજના અગ્રણીઓએ ધારાસભ્યને મોં મીઠું કરી વધાવ્યા હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનિષા વકીલને મહીલા અને બાળ કલ્યાણ, જીતુ વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.

 

જ્યારે અન્ય ખાતાઓની ફાળવણી નીચે મુજબ છે:-

 

કેબિનેટ મંત્રી
નામ વિષય ફાળવણીની વિગત
રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુભાઇ સવજીભાઇ વાઘાણી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
રૂષિકેશભાઇ ગણેશભાઇ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજીભાઇ હંસરાજભાઇ પટેલ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કનુભાઇ મોહનલાલ દેસાઇ નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
કીરીટસિંહ જીતુભા રાણા વન, પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશભાઇ મગનભાઇ પટેલ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદીપસિંહ ખનાભાઇ પરમાર સામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

 

[google_ad]

 

રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
નામ વિષય ફાળવણીની વિગત
હર્ષ રમેશકુમાર સંઘવી રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
જગદીશભાઇ વિશ્વકર્મા કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી
બ્રિજેશ મેરજા શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુભાઇ હરજીભાઇ ચૌધરી કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનિષાબેન વકીલ મહીલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

 

[google_ad]

 

રાજ્યકક્ષાના મંત્રી
નામ વિષય ફાળવણીની વિગત
મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથાર આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદભાઇ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેરભાઇ ડીંડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર.સી. મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઇ પુંજાભાઇ માલમ પશુપાલન અને ગૌ સંવર્ધન

 

 

 

From – Banaskantha Update


Share