વડગામમાં કાર અને સ્કૂટર સામસામે ટકરાતાં અકસ્માત : એક યુવકનું મોત

Share

વડગામના ખરોડીયા ચાર રસ્તા નજીક ગુરૂવારે વેગેનાર કાર અને સ્કૂટર સામસામે ટકરાતાં સ્કૂટર ચાલકનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકની ઓળખવિધીની તજવીજ હાથ ધરી છે. જ્યારે સ્કૂટરનો ખુરદો બોલી ગયો હતો. આ અંગે વડગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વડગામના ખરોડીયા ચાર રસ્તા નજીક ગુરૂવારે વેગેનાર કાર અને સ્કૂટર પૂરઝડપે આવી રહ્યા હતા. ત્યારે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરતાં ધડાકાભેર સામસામે ટકરાતાં સ્કૂટર ચાલકનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

જ્યારે સ્થાનિક લોકોએ દોડી આવી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે મૃતકની ઓળખવિધીની તજવીજ હાથ ધરી છે.જ્યારે સ્કૂટરનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. જ્યારે વેગેનાર કારને આગળના ભાગને નુકશાન થયું હતું. યુવકના મોતથી પરિવારજનોમાં કાલિમા પ્રસરી ગઇ છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે વડગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share