અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો : 5000 ઉપરાંત સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા

Share

જગ પ્રસીધ્ધ બનાસકાંઠાના દાંતામાં આવેલ માં અંબેના શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મુલવતી રાખ્યા બાદ પગપાળા આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને પૂરતો દર્શનનો લાભ મળી રહે તે માટે આજથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે એટલુંજ નહીં મેળો ભલે બંધ કરાયો હોય પણ મંદિર ખુલ્લું રહેતા યાત્રિકોનો ઘસારો
યથાવત જોવા મળી રહ્યો છે.

Advt

[google_ad]

હાલમાં હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે તેવામાં સંપૂર્ણ પણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5000 ઉપરાંત સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં કોઈ અસામાજિક તત્વો ગેરકૃત્ય ન કરી જાય તેની સતર્કતા માટે આજે અંબાજી મંદિરમાં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્ક્વોર્ડ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

[google_ad]

સતત દોઢથી બે કલાક સુધી તમામ વિસ્તારની તપાસણી કરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર તાપસ કામગીરીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન હતી અને ક્યાંક બેગ જેવી વસ્તુઓ બિનવારસી પડેલી જોવા મળતા તે પણ મૂળ માલિકને સોંપીને પોતાનો માલ સમાન જ્યાં ત્યાં ન મુકવા સૂચન કરાયું હતું. અંબાજીમાં મેળો બંધ રખાયો હોવા છતાં મોટી સંખ્યામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે જે સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા હોવાનુ બનાસકાંઠા એએસપી સુશિલ અગ્રવાલે જણાવ્યુ હતું.

 

From – Banaskantha Update


Share