ડીસાના ત્રણ હનુમાન મંદિરની સામેથી બોલેરો ગાડીની થઈ ઉઠાંતરી, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Share

ડીસાના ડોક્ટર હાઉસની બાજુમાં આવેલ ત્રણ હનુમાન મંદિરની સામે કોઈ અજાણ્યો ઇસમ બોલેરો ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં વાહન ઉઠાંતરીની ગેંગ સક્રિય થઇ છે બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી વાહનની ઉઠાંતરી કરતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ત્યારે પાલનપુરના કોટડા ભાખર ગામે રહેતા રાજુજી ગંભીરજી ભડીયાતરની મહિન્દ્રા કંપની બોલેરો ગાડી નંબર GJ-02-BP-9082ની ગાડી લઈ રાજુજી ગંભીરજી ભડીયાતરની બહેનને ડિલિવરી પ્રસંગે ડીસા ડોકટર હાઉસમાં આવેલ પરંતુ ડોકટર હાઉસમાં ગાડી પાર્ક કરવા જગ્યા ન હોવાથી રાજુજી ભડિયાતર પોતાની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-02-BP-9082 ડીસાના ત્રણ હનુમાન મંદિરની સામેના ભાગે 15 તારીખના રોજ બપોરે બાર વાગે પાર્ક કરી દવાખાને ગયા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જે બાદ સાંજે છ વાગે પરત આવતા ડીસાના ત્રણ હનુમાન મંદિરની સામે પાર્ક કરેલી મહિન્દ્રા બોલેરો ગાડી પાર્ક કરેલી જગ્યાએ ન દેખાતા રાજુજી ભડિયાતર પોતાની મહિન્દ્રા બોલેરો ગાડીની આજુબાજુ તપાસ કરતા કોઈ ભાળ ન મળતા રાજુજી ગંભીરજી ભડીયાતરએ પોતાની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી નંબર GJ-02-BP-9082 જેની કિંમત 1,50,000ની કોઈ અજાણ્યો શખ્સ ચોર ઈસમ ચોરી ગયો હોવાની ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share