થરા અને શિહોરી પોલીસ મથકમાં પડેલા વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવાયું

Share

કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી પોલીસ મથકમાં ઘણા સમયથી જૂદી-જૂદી જગ્યાએથી પોલીસ વિભાગે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં મુદ્દામાલ રૂમમાં ખડકલો કર્યો હતો.

[google_ad]

ત્યારે ડીસા નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષક દિયોદર અને સી.પી.આઇ. શિહોરી તેમજ થરા અને શિહોરી પી.એસ.આઇ.ઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને બુધવારે રોલર ફેરવાયું હતું.

[google_ad]

જે.સી.બી. મશીનથી વિદેશી દારૂનો જથ્થો શિહોરીમાં આવેલ બનાસ નદીના પટમાં પહેલાં રોલર વડે કચ્ચરઘાણ કાઢીને 10 ફૂટ ઉંડા ખાડામાં કચરો પુરી દેવામાં આવ્યો હતો. જેમાં લાખો અને કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઉચ્ચ અધિકારીઓની સમક્ષ સામે જ નાશ કરાયો.

 

From – Banaskantha Update


Share