કુપોષણમુક્ત ભારતનું નિર્માણ એ જ પોષણ અભિયાન હેઠળ “સહી પોષણ દેશ રોશન” ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા વેબિનાર યોજાયો

Share

“સહી પોષણ દેશ રોશન” ના નારાને સાર્થક કરવા તેમજ 1લી થી 30મી સપ્ટેમ્બર પોષણ માસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા ડીઝીટલ પ્લેટફોર્મ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

કિશોરીઓ, સગર્ભા માતાઓ, નાના બાળકોને પૂરતું પોષણ મળી રહે તેમજ કુપોષિત મહિલાઓ, બાળકોને પોષણયુક્ત આહાર, આંગણવાડી ચાલતા વિવિધ પોષણનાં કાર્યક્રમો તેમજ આ વિષયને લઈને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે આયોજિત આ વેબિનારમાં વિષય નિષ્ણાંત તેમજ વક્તાઓ તરીકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઇ.બી અને આર.ઓ.બી.નાં એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયા, આર.ઓ.બી.અમદાવાદનાં નિર્દેશક સરિતા દલાલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી જોઇન્ટ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, રાષ્ટ્રીયપોષણ મિશન તેમજ નાયબ નિયામક ઇલાબા રાણા, આઇ.સી.ડી.એસ.ના આણંદ પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી તેમજ પાટણ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી જોડાયા હતા.

[google_ad]

 

advt

પોષણ વિષયે વક્તવ્ય આપતાં ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દેશભરમાં ચાલી રહેલું પોષણ અભિયાન એ અતિ મહત્વનું અભિયાન છે. આપણા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં તબક્કાવાર પ્રગતિ થતી જોવા મળી રહી છે. પોષણ માસ તરીકે આખા સપ્ટેમ્બર મહિનાની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય લોકોમાં પોષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો તેમજ આ વિષય સંબંધીત તમામ જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.

[google_ad]

સ્વસ્થ ભારત માટે સ્વસ્થ નાગરિક પાયાની જરૂરીયાત છે. અને સ્વસ્થ નાગરિક માટે પોષણ અનિવાર્ય છે તેવું કહેતાં આર.ઓ.બી.ના નિદેશક સરિતા દલાલે માત્ર ભારત જ નહિં પરંતુ વિશ્વભરમાં કુપોષણ સામે ચાલી રહેલી જંગ વિશે જાણકારી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ-2022માં કુપોષણમુક્ત ભારતનું નિર્માણ કરવાના સરકારના સંકલ્પને સાકાર કરવા સૌને પોષણ વિષયે જાગૃત થવા અપીલ કરી હતી.

[google_ad]

 

રાષ્ટ્રીયપોષણ મિશનના જોઇન્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તેમજ નાયબ નિયામક ઇલાબા રાણાએ પોષણ અભિયાનને માત્ર એક મહિનાની ઉજવણી પૂરતું સીમિત ન રાખતાં તેને જીવનપર્યંત ચાલુ રાખવાનું અભિયાન જણાવ્યું હતું. તંદુરસ્ત માતા થકી જ તંદુરસ્ત બાળ જન્મી શકે છે તેવું કહેતાં તેમણે મહિલાઓને તેમની સગર્ભા અવસ્થા દરમિયાન લેવાની કાળજી તેમજ એ સમયકાળ દરમિયાન પોષણ સંબંધીત આહાર પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

[google_ad]

 

આઇ.સી.ડી.એસ.ના આણંદ પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોષણ પંચામૃતની વિસ્તૃત જાણકારી આપી હતી. સમયાંતરે, સમયસર અને નિરંતર તપાસ થકી કુપોષિત બાળકની જાણકારી મેળવી તેને કુપોષણથી દૂર કરવાના પ્રયત્નો પર તેમણે વાત કરી હતી. પોષણનો સીધો સંબંધ આહાર પર છે ત્યારે તેમણે દરેક પ્રદેશના સ્થાનિક-ક્ષેત્રીય પરંપરાગત ભોજનને અપનાવવાની વાત પર ભાર મૂક્યો હતો. પાટણ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીએ પોષણ અભિયાન અંતર્ગત આપણા સૌની ભૂમિકા અને વિશેષ કરીને આંગણવાડી વર્કર બહેનોની કામગીરી પર વાત કરતાં મહિલાઓને જાગૃત કરવા અને તેમને યોગ્ય સંદેશાઓ થકી માર્ગદર્શન પૂરું પાડવા પર વાત કરી હતી.

[google_ad]

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના અધિકારી જે.ડી.ચૌધરીએ વેબિનારનું સંચાલન કરવાની સાથે પોષણ માટેની રોજિંદી નાની નાની વાતોને સંકલ્પ રૂપે જીવનમાં ઉતારવાની વાત જણાવી હતી સાથે જ હિંદી દિવસની ઉજવણીના ભાગ રૂપે હિંદી ભાષાને વધારે ઉપયોગમાં લેવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share