ડીસામાં માનવતાનું ઉદાહરણ : સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપે અજાણ્યા માણસની મદદ કરી તેનું જીવન સુધાર્યું

Share

ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા અનેક સેવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આખોલ ચાર રસ્તા નજીક છેલ્લા બે વર્ષથી મંદબુદ્ધિના અજાણ્યા માણસ કેજી ખરાબ હાલતમાં જીવન જીવી રહ્યો હતો તેની મદદ કરી માનવતાનો ધર્મ નિભાવ્યો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડીસાનું સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા અનેક સેવાના કાર્યક્રમો કરી રહ્યા છે જેવા કે કોઈને રહેવા ઘર ન હોય તો તેમને ઘર જેવી સગવડ પણ કરી આપવામાં આવી હતી તેમજ અમુક લોકોને ઘરમાં ખાવાનું ન હોય તેમને ખાવા નું પૂરું પાડ્યું છે તેમજ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મંદ બુદ્ધિના માણસો જે ખરાબ રીતે પોતાનું જીવન જીવતા હોય છે તેમને મદદ કરી નવી જિંદગી આપતા હોય છે.

[google_ad]

ત્યારે આજે વધુ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડીસાના આખોલ ચાર રસ્તા નજીક એક મંદબુદ્ધિનો અજાણ્યો માણસ છેલ્લા બે વર્ષથી આમતેમ ભટકી પોતાનું જીવન ખરાબ રીતે જીવી રહ્યો હતો તેમજ ખાવા માટે કચરાના ઢગલામાંથી વીણીને ખાતો હતો. તેમજ નાહ્યા વિના છેલ્લા 2 વર્ષથી આમતેમ ખરાબ રીતે પોતાનું જીવન જીવતા જેના કારણે તેના પગમાં સડો થઈ ગયો હતો તેમજ તેના માથાના વાળમાં કીડા પડી ગયા હતા તેવી હાલતમાં ડીસાના આંખો ચાર રસ્તા નજીક આમતેમ પોતાનું ખરાબ રીતે જીવન જીવી રહ્યો હતો.

Advt

[google_ad]

ત્યારબાદ ત્યાંના આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ડીસા ખાતે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતું સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા આવા મંદબુદ્ધિના માણસોની મદદ કરી સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમનો કોન્ટેક્ટ કર્યો હતો કે બાદ ડીસાનું સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ તાત્કાલિક ડીસા આખોલ ચાર રસ્તા પહોંચી અજાણ્યા મંદબુદ્ધિના માણસને પકડી તેને નવડાવી માથાના વાળ કાપી દાઢી કરી તેની મદદ કરી તેને દરરોજ માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપેલ તેમજ પહેલા જે ખરાબ રીતે જિંદગી જીવતા હતા તે મંદબુદ્ધિના અજાણ્યા માણસને ડીસાના સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા નવી જિંદગી આપી સેવાનું કાર્ય કરી એક સમાજમાં માનવતા હજુ લોકોમાં જીવે છે તેવુ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

From – Banaskantha Update


Share