પાલનપુર હાઇવે વિસ્તારની સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકતાં પોલીસને જાણ કરાઇ : ટોળકી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ

Share

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી તિરૂપતિ ભાગ-1 સોસાયટીમાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. જે સોસાયટીના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં કેદ થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી સઘન તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરમાં તિરૂપતિ ભાગ-1 માં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. જે સોસાયટીમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. આ ફૂટેજમાં ચાર જેટલાં શખ્સો સોસાયટીમાં અંદર આવી ચોરી કરવાનો પ્રયાસ કરતાં નજરે પડયા હતા. અવાજ ન થાય તે માટે પોતાના બૂટ-ચંપલ હાથમાં રાખ્યા હોવાનું પણ જણાઇ રહ્યું છે. તે દરમિયાન આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં સોસાયટીની મુલાકાત લીધી હતી.

[google_ad]

advt

આ અંગે પશ્વિમ પોલીસ મથકના પી.આઇ. એસ.એ. ડાભીએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલી સોસાયટીમાં તસ્કરો આવ્યા હોવાની માહિતી મળી હતી. જેથી તે વિસ્તારની મુલાકાત લઇ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જો કે, હમણાં અંબાજી ખાતે બંદોબસ્ત હોવાથી પોલીસ ત્યાં છે. સી.સી.ટી.વી.ના ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.’

 

From – Banaskantha Update


Share