ડીસાના હીન્દુ યુવા સંગઠને નિ:સહાય યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી નવજીવન બક્ષ્યું

Share

ડીસાના હીન્દુ યુવા સંગઠને સોની બજાર હરસોલીયાવાસ નજીકથી બે દિવસથી નિ:સહાય અવસ્થામાં પડેલા યુવકને 108 વાન મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી બાલ-દાઢી કરાવી સ્નાન કરાવડાવ્યું હતું અને નવા કપડાં પહેરાવ્યા હતા. આ જોઇ દર્દીઓના સગાઓના મોંઢામાંથી શબ્દો સરી પડયા હતા. અરે આ દર્દી કેવી રીતે બદલાઇ ગયો છે.

[google_ad]

ડીસાના હીન્દુ યુવા સંગઠને સોની બજારની બાજુમાં આવેલ હરસોલીયાવાસ નજીકથી ઓટલા ઉપર સૂતેલો એક અશક્ત અને બિમાર અવસ્થામાં યુવક મળી આવ્યો હતો. જેના હાથ ઉપર પ્રકાશ નામનું નામ લખેલું હતુ. જેમને સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, ઘનશ્યામભાઈ સોની, પ્રવિણભાઇ બોરવાલ અને સચિનભાઈ નાઈએ યુવકને 108 વાન મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જેમનું સુગર ઘટી ગયું હોવાથી બાટલો ચડાવ્યો હતો.

[google_ad]

advt

 

બીજા દિવસે તેને નાસ્તો કરાવી સેવાભાવી સચિનભાઈ નાઈને બોલાવી બાલ-દાઢી કરાવી હતી. ત્યારબાદ નવા કપડાં પહેરાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર રૂમમાં રખાયા હતા. એમની પહેલાની સ્થિતિ લાંબા બાલ, મોટી દાઢી અને મેલા ઘેલા કપડાંના બદલે સાફ સુધરા પ્રકાશભાઇને જોઇ અન્ય દર્દીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરી જવાબદારી પણ લીધી હતી કે, તમે આટલું કરો છો તો ચિંતા ન કરો અમે પણ આ ભાઈનું ધ્યાન રાખીશું.
આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, ‘પ્રકાશભાઇને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે.’

 

From – Banaskantha Update


Share