ડીસામાં ગાયકને સાપ સાથે મસ્તીઓ કરવી પડી ભારે : બે શખ્સોની અટકાયત કરી અકલ ઠેકાણે લાવી

Share

ડીસા તાલુકાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોરે સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે ગળામાં સાપ લપેટીને વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. વન વિભાગે તપાસ હાથ ધરી બુધવારે ગાયક અર્જુન ઠાકોરની અને વિડીયો બનાવનાર અશોકભાઈ રંજીતભાઈ વણઝારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી તેમની અકલ ઠેકાણે લાવી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પશુ પ્રાણી સાથે અને ઝેરી જીવજંતુ સાથે અનેક લોકો વિડીયો બનાવી વાયરલ કરી પોતાની પ્રશંસા મેળવવાનો પ્રયાસ કરતાં હોય છે. ત્યારે પશુઓ સાથે અને ઝેરી જીવજંતુ સાથે વિડીયો વાયરલ કરતાં લોકો સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

[google_ad]

આવો જ એક કિસ્સો ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં બન્યો છે. ડીસા તાલુકાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે રાતો રાત ફેમસ થવા અને સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે કોબ્રા સાપને ગળામાં લપેટીને સાપ સાથે ગીતો ગાતા મસ્તીઓ કરી હતી અને આ વિડીયો મંગળવારે ડીસા અને લાખણી સહીતના ગામોમાં ભારે વાયરલ થયો હતો.

[google_ad]

વિડીયોમાં દેખાતો કોબ્રા સાપ અતિ ઝેરી ન્યુરોટોક્સિક ઝેરવાળો હોય છે. જેના ડંખથી ચેતાતંતુઓ પર સીધી અસર થાય છે. ગુજરાત સરકારના અધિનયમ 1972 ના વન્ય જીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. જો કે, સોશિયલ મીડિયામાં ગાયક કલાકારે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી.

[google_ad]

advt

જે બાદ વિસ્તરણ રેન્જના ડી.સી.એફ. અભયકુમાર સિંઘ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિડીયો મળ્યા બાદ તપાસ અર્થે ટીમ ગામમાં ગઈ હતી. ઝાબડીયા ગામમાં યુવકે વિડીયો ઉતાર્યો હતો તેનું નિવેદન લેવાની પ્રક્રીયા હાથ ધરાઈ હતી. જે બાદ બુધવારે વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયામાં સાપ ગળામાં લપેટીને ગુજરાતી દેશી કલાકાર અર્જુન ઠાકોર ઉર્ફે અદેસિંગ વનાજી પરમાર અને વિડીયો બનાવનાર અશોકભાઈ રણજીતભાઈ વણઝારાની અટકાયત કરી ડીસા નામદાર કોર્ટમાં હાજર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share