થરાદમાં ખાનગી પ્રેક્ટિસ કરતો પી.એચ.સી.નો મેડીકલ ઓફીસર ઝડપાયો

Share

બનાસકાંઠા જીલ્લાના અધિક આરોગ્ય અધિકારી મંગળવારની સવારે થરાદ આવ્યા હતા. તે દરમિયાન તેમને વાવના મોરીખા પી.એચ.સી.માં નોકરી કરતો એક આયુષ તરીકે ફરજ બજાવતો તબીબ ખાનગી પ્રેક્ટીસ કરતો ધ્યાનમાં આવતાં તેને ઝડપી પાડયો હતો. આ અંગે તબીબ ખાનગી પ્રેક્ટીસ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, મંગળવારની સવારના સાડા આઠ વાગ્યાના સુમારે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડી.બી.મહેતા થરાદ આવ્યા હતા. તેમને વાવના મોરીખા પી.એચ.સી.માં નોકરી કરતાં ડૉ. ઝુબેરભાઇ મેમણ થરાદના મદીના મસ્જિદની બાજુમાં ખાનગી પ્રેક્ટીસ કરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેમણે થરાદના તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.એચ.વી.જેપાલ અને વાવના ટી.એચ.ઓ. ડૉ. પી.આર.મોદીને બોલાવ્યા હતા. જ્યાં તેમણે આયુષ મેડીકલ સામે સરકારી નોકરી કરતો હોવા છતાં પણ થરાદમાં ખાનગી પ્રેક્ટીસ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુચના અપાઇ હતી.

[google_ad]

advt

આ અંગે વાવ તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ. પ્રણવ મોદીએ જણાવ્યું હતું કે ‘કર્મચારી હોવા છતાં પણ એક દુકાનમાં બેસીને ખાનગી પ્રેક્ટીસ કરતાં હોવાનું ધ્યાન પર આવતાં નિયમ પ્રમાણે તેમને નોટીસ આપવામાં આવી હતી તેમજ અહેવાલ તૈયાર કરી તેને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.’

From – Banaskantha Update


Share