ડીસાના ગાયકે સસ્તી પ્રસિદ્ધિ માટે કોબ્રા સાપને ગળે લપેટી વિડીઓ બનાવતા ચકચાર

Share

ડીસાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે કોબ્રા સાપને ગળામાં લપેટીને નાગ સાથે ગીતો ગાતા મસ્તીઓ કરી હતી અને આ વીડિયો મંગળવારે ડીસા લાખણી સહિતના ગામોમાં ભારે વાયરલ થયો હતો.

[google_ad]

કેટલાક કલાકારો સસ્તી પ્રસિદ્ધિ માટે અવનવા ગતકડા કરતાં હોય છે. જે તેમને જ ભારે પડે છે. ડીસાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે કોબ્રા સાપને ગળામાં લપેટીને નાગ સાથે ગીતો ગાતા મસ્તી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હલચલ મચી ગઇ છે.

[google_ad]

ડીસા તાલુકાના જાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના ગુજરાતી સીંગરનો કોબ્રા સાપ સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ સિંગરે કોબ્રા સાપને બે હાથેથી પકડીને ગાળામાં વીંટાળીને તેની સાથે મસ્તી કરતા કરતા અને ગીતો ગાતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વનવિભાગે એક્શન લીધી છે.

advt

[google_ad]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો કોબ્રા સાપ અતિ ઝેર ન્યુરોટોક્સિક ઝેર વાળો હોય છે. જેના ડંખથી ચેતાતંતુઓ પર સીધી અસર થાય છે. ગુજરાત સરકારના અધીનયમ 1972ના વન્ય જીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. જોકે, સોશિયલ મીડિયામાં ગાયક કલાકારે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી.

[google_ad]

આ અંગે વિસ્તરણ રેન્જના ડીસીએફ અભય કુમાર સિંઘ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘વીડિયો મળ્યા બાદ તપાસ અર્થે ટીમ ગામમાં ગઇ હતી. જાબડીયા ગામમાં યુવકે વિડીયો ઉતાર્યો હતો. તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે વન્યજીવ સાથે સાથે ચેડા કરનાર અને વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થાય તેવી જીવદયાપ્રેમીઓની માંગ છે.

 

From – Banaskantha Update


Share