અરવલ્લીની ગિરિમાળાઓ પર યાત્રિકોના જય અંબેના નાદથી ગુંજી ઉઠયો : અંબાજીમાં પાંચ હજાર સુરક્ષા કર્મીઓ તહેનાત રહેશે

Share

અંબાજીમાં ભાદરવી પૂનમ અગાઉ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મેળો યોજાવાનો નથી છતાં માઈભક્તોમાં અંબાજીમાં આવી જતાં મેળા જેવો માહોલ ઊભો થયો છે. મેળો બંધ હોવા છતાં ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે. મેઘમહેરમાં પણ અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. બીજી બાજુ, સુરક્ષા વિભાગ દ્વારા સર્કલ પર મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ઊભો કરવા સાથે પાંચ હજાર જેટલાં સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાને નવલાં નોરતાંનું નિમંત્રણ પાઠવી નિજગૃહે પહોંચી ચૂક્યા છે. હજુ પણ અંબાજીમાં યાત્રિકોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે.

[google_ad]

મેળો યોજાવાનો નથી છતાં ભક્તો માટે ખુલ્લું રહેવાનું છે, જેને લઇ અંબાજી દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ સુખરૂપ દર્શન કરી શકે એ માટે દર્શનપથ પર ડી.કે.ત્રિવેદી સર્કલથી માંડી મંદિરના મુખ્ય શક્તિદ્વાર સુધી ડોમ ઊભો કરવામાં આવ્યો છે. એ સાથે અંબાજી આવતાં માઈભક્તો માતાજીના પ્રસાદથી વંચિત ન રહી જાય એ માટે પ્રસાદ બનાવવા સાથે મંદિર પરિસરમાં પણ વધારાનાં નવ જેટલાં ભેટ કેન્દ્રો ઊભાં કરાયાં છે. મંદિરને પ્રતિ વર્ષની જેમ આકર્ષક રોશનીથી સજાવવામાં આવી રહ્યું હોવાનું ટ્રસ્ટનાં સૂત્રો જણાવ્યું છે

[google_ad]

દાંતા પી.એચ.સી. બ્લોક ઓફિસર એન.પી.ચૌહાણના જણાવ્યા મુજબ, ગત મેળામાં દાંતા તાલુકામાં જુદા જુદા 15 કેમ્પો દ્વારા આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, એના સ્થાને આ વખતે વિવિધ પાંચ કેમ્પ દ્વારા તબીબી સેવા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અંબાજી પગપાળા સંઘ તેમજ યાત્રાળુઓ આવવાની સંભાવનાને લઇ કોવિડની મહામારીમાં આરોગ્યની સેવાને પહોંચી વળવા માટે યાત્રાળુઓની સેવા માટે 10 જેટલી 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

[google_ad]

મેળાની સાથે સાથે રેલિંગમાં યાત્રાળુઓ માટે પીવાના પાણીની સગવડ

(1) પાર્કિંગની સુવિધા
(2) સાતથી વધુ પ્રસાદ કેન્દ્રો
(૩) મંદિર ચાચરચોકમાં આરોગ્ય કેન્દ્ર
(4) કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓ યાત્રાળુઓની મદદે રહેશે

[google_ad]

 

અંબાજીમાં પાણીની વ્યવસ્થા માટે દાંતા પાણીપુરવઠા અધિકારી જીગરભાઈ ગજ્જરના જણાવ્યા મુજબ, અંબાજીમાં પ્રતિ દિન 20 લાખ લિટર પાણી આપવામાં આવતું હતું, એ સ્થાને 50 લાખ લિટર પાણીપુરવઠો આપવામાં આવશે.

[google_ad]

advt

એસ.ટી. વિભાગનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ 2019ના મેળા દરમિયાન એક હજાર બસો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ડેપોની શિડ્યૂલ બસો ઉપરાંત વધારાની બસો દ્વારા મુસાફરોને નિર્ધારિત મુકામે પહોંચાડવા માટે સંચાલન કરવામાં આવશે. એ સાથે યાત્રિકોના પ્રવાહને અનુરૂપ આયોજન કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share