ડીસામાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોના પાંચ સભ્યો અને અન્ય એક શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં ચકચાર

Share

ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા અમૃતનગર સોસાયટી ભાગ-1 માં દરજી સમાજની યુવતીએ માળી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન એક વર્ષ અગાઉ કર્યા હતા. જે બાદ યુવતીના પરિવારે આ પ્રેમ લગ્ન ન ગમતાં હોવાથી યુવતીના પરિવારે યુવતીના સાસરી પક્ષ પર હુમલો કરતાં યુવતીએ તેના પરિવાર સહીત 6 લોકો વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં એક યુવતીએ પ્રેમ લગ્ન કરતાં યુવતીના પરિવારે યુવતીના સાસરી પક્ષ પર હુમલો કરતાં સાસરી પક્ષના પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાના આશાપુરા સોસાયટી ખાતે રહેતાં રમેશભાઈ મગનભાઈ દરજીની દીકરી રીન્કુબેન આજથી એક વર્ષ અગાઉ ડીસાના અમૃતનગર સોસાયટી વિભાગ-1 માં રહેતાં મેહુલકુમાર વસંતભાઈ માળી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ રીન્કુબેનના પરિવાર આ લગ્નથી નાખુશ હોવાથી અવાર-નવાર રીન્કુબેનને ઘરે બોલાવતા હતા તેમજ મળવા બોલાવતા હતા.

[google_ad]

 

પરંતુ રીન્કુબેન મળવા ન જતાં ગતરોજ ડીસાની અમૃતનગર સોસાયટી વિભાગ-1 માં રીન્કુબેન તેના સાસરે ખાતે પોતાના ઘરે રસોડામાં ગણપતિ દાદાની આરતી કરતા હતા. તે દરમિયાન રીન્કુબેનના મમ્મી શિલ્પાબેન રમેશભાઈ દરજી અને રીન્કુબેનના ફઈ ગીતાબેન મગનભાઈ દરજી રીન્કુબેનના ઘરે આવી રીન્કુબેનને ઘરથી બહાર આવવા બૂમો પાડતાં હતા. પરંતુ રીન્કુબેન પોતાના ઘરથી નીચે ન આવતાં રીન્કુબેનના મમ્મી અને ફઈ રીન્કુબેનના ઘરે ઉપર ગયા હતા. તે બાદ તેમની પાછળ રીન્કુબેનના પિતા રમેશભાઈ મગનભાઈ દરજી અને રીન્કુબેનનો ભાઈ સાહીલ રમેશભાઈ દરજી પણ આવ્યો હતો અને જેમ તેમ મા-બેન સામે અપશબ્દો બોલવા લાગ્યો હતો તેમજ રીન્કુ બેનને કહેવા લાગેલા કે, તે આ પ્રેમ લગ્ન કર્યા છે એમને ગમતા નથી તેમ કઈ રીન્કુબેન સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

[google_ad]

ત્યારબાદ રીન્કુ બેનના મોટા બાપાનો દીકરો હીતેશભાઈ ચમનભાઈ દરજી આવેલ રીન્કુબેનને અને રીન્કુબેનના પતિ મેહુલભાઈ માળીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ રીન્કુબેનને અપશબ્દો બોલવાની ના પાડતાં રીન્કુબેનના પરિવાર એકદમ ઉશ્કેરાઇ જઇ રીન્કુબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન રીન્કુબેનના સાસુ શારદાબેન વસંતભાઈ માળી અને કાકી સાસુ વસંતીબેન ડાયાજી માળી વચ્ચે પડી રીન્કુબેનને છોડાવ્યા હતા. તે દરમિયાન જેકી ઉર્ફે જીતેન્દ્રકુમાર ઓમપ્રકાશ મોદી રીન્કુબેનના ઘરે આવે અને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. રીન્કુબેનના સાસરી દ્વારા અપશબ્દો બોલવાની ના પાડતાં તે દરમિયાન જેકી ઉર્ફે જીતેન્દ્રકુમાર ઓમપ્રકાશ મોદી અને રીન્કુબેનના પિતા રમેશભાઈ મગનભાઈ દરજી આ બંને સાથે મળી રીન્કુબેનના સાસરી પક્ષને અને રીન્કુબેનને ગડદા પાટુ માર માર્યો હતો.

[google_ad]

 

જે બાદ જેકી મોદીના હાથમાં રહેલા લાકડાનો ધોકો રીન્કુબેનના સાસુના માથાના ભાગે માર્યો હતો તેમજ રીન્કુબેન પિતાના હાથમાં રહેલ પાઇપ રીન્કુબેનના સાસુના કપાળના ભાગે માર્યો હતો. ત્યારબાદ રીન્કુબેનના કાકી સાસુને પણ ખભાને ભાગે જેકી મોદીએ પણ ધોકો માર્યો હતો. તે બાદ આ સમગ્ર હોબાળો સાંભળીને રીન્કુબેનના દાદી સાસુ શાંતાબેન ભૂરાજી માળી પણ દોડી આવ્યા હતા. તે દરમિયાન જેકી મોદીએ રીન્કુબેનના કપાળના ભાગે ધોકો મારી લોહી લુહાણ કરી હતી. તે બાદ રીન્કુબેનના દાદા સસરા ભૂરાજી દેવાજી માળી અને મોટા સસરા ડાયાભાઇ ભૂરાજી માળી છોડાવવા વચ્ચે પડતાં જેકી મોદી અને રીન્કુબેનના પિતા રમેશભાઈ દરજીએ રીન્કુબેનના દાદા સસરા અને મોટા સસરાને પણ ગડદા પાટુનો માર માર્યો હતો તેમજ ધોકા માર્યો હતો.

[google_ad]

 

તે બાદ રીન્કુબેનના જેઠાણીને પણ અપશબ્દો બોલવા લાગયો હતો. આ તમામ લોકોએ ઘરમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે આવી રીન્કુબેનના સાસરી પક્ષ પર હુમલો કરવા આવ્યા હતા. રીન્કુબેનના માતા-પિતા અને તેમના ભાઈ તેમજ જેકી મોદી જતાં રહ્યા હતા. ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ લોકો ઘાયલ થતાં સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રીન્કુબેનના સાસરીમાં રીન્કુબેનના પરિવારે પ્રેમ લગ્ન બાબતે હુમલો કરતાં હુમલામાં રૂ. 25 હજારથી વધુનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ અંગે રીન્કુબેન મેહુલકુમાર માળીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

છ શખ્સોના નામ

(1) શિલ્પાબેન રમેશભાઈ દરજી (રહે. આશાપુરા સોસાયટી, ડીસા)

(2) રમેશભાઈ મગનભાઈ દરજી (રહે. આશાપુરા સોસાયટી, ડીસા)

(3) ગીતાબેન મગનભાઈ દરજી (રહે. આશાપુરા સોસાયટી, ડીસા)

(4) જેકી ઉર્ફે જીતેન્દ્રકુમાર ઓમપ્રકાશ મોદી (રહે. ઉમિયાનગર સોસાયટી, ડીસા)

(5) સાહીલભાઈ રમેશભાઈ દરજી (રહે. આશાપુરા સોસાયટી, ડીસા)

(6) હીતેશભાઈ ચમનભાઈ દરજી (રહે. ડીસા)

 

From – Banaskantha Update


Share