લાખણીના ડેકા ગામમાં વર્ષ-2017માં પૂરની રકમ ખેડૂતના ખાતામાં રકમ જમા નહી થતાં અધિકારીઓએ કૌભાંડ આચર્યું : અન્ય વ્યક્તિના ખાતામાં રકમ જમા થઇ

Share

લાખણી તાલુકાના ડેકા ગામમાં વર્ષ-2017 માં પૂર આવતાં સરકાર તરફથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જમીન ધોવાણના નાણાંની સહાય કરાઇ હતી. જો કે, અધિકારીઓની મિલીભગતથી નાણાં પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના ડેકા ગામમાં રહેતાં ગણપતજી વેરશીજી સોલંકી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે વર્ષ-2017 માં આવેલા પૂરના કારણે તેમના ખેતરમાં ભારે નુકશાન થયું હતું. ગણપતજી ચૌહાણ ખાતા નં. 158, સર્વે નં. 195, જૂના સર્વે નં. 8 પૈકી 10 અને ખાતા નં. 158, નવો સર્વે નં. 192, જૂનો સર્વે નં. 8 થી 10 વાળી જમીન આવેલી છે અને તેના ગણપતજી માલિક, કબજેદાર અને ભોગવટેદાર છે તેમનું રેકોર્ડ ઉપર તેમના નામે ચાલે છે.

[google_ad]

વર્ષ-2017 માં આવેલા અતિવૃષ્ટિના કારણે ગણપતજી સોલંકીની જમીનનું ધોવાણ થયેલ છે. તેમની જમીનમાં ઉભા પાકને ખૂબ જ ભારે માત્રામાં નુકશાન થયું હતું તે બાબતે સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને જમીન ધોવાણ સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. ગણપતજી સોલંકી જમીનના ઉતારા અને જરૂરી ડોક્યુમેન્ટ તેમજ બેંક ખાતાના ડોક્યુમેન્ટ વગેરે સહીત પૂરાવાઓ આપેલા હતા. તે અંગેની ચકાસણી પણ સમક્ષ અધિકારીઓ દ્વારા કરાઇ હતી. તે મુજબ અસરગ્રસ્ત ખેડૂતોની જે યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં ગણપતજી વેરસીજી સોલંકી ખાતા નં. 158, સર્વિસ નં.192 વાળી જમીનમાં ફક્ત રૂા. 4000 સહાય મળેલી છે.

[google_ad]

જ્યારે ખાતા નં. 158, સર્વે નં. 195 વાળી જમીનમાં ગણપતજીની જગ્યાએ અસરગ્રસ્ત ખેડૂતો નામ દાખલ કરી જોવામાં આવે તો ખોટા ખાતા નંબર અને સર્વે નંબર જોડી દઇ ખેતીની જમીનનું ખોટું ક્ષેત્રફળ બતાવી અશોકજી ગેનાજી ચૌહાણના નામના વ્યક્તિને દેના ગુજરાત ગ્રામિણ બેંકમાં સહાયની રકમ જમા થઇ છે અને તેઓના અધિકારીઓની મિલીભગત જોવા મળી છે. વાસ્તવમાં આ રકમ ગણપતજી ચૌહાણને મળવાપાત્ર છે. પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે તેમની સાથે અન્યાય થયો છે. ખાસ વાત કરવામાં આવે તો, અશોકજી ગેનાજી ચૌહાણ વર્ષ-2017 માં એમના નામે કોઇપણ સ્વતંત્ર માલિકીની જમીન પણ આવેલી ન હતી.

[google_ad]

advt

આમ ખોટી રીતે રૂપિયા બારોબાર ચાઉં કરવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જો જોવામાં આવે તો ખાતા નં. 127 અને 110 વાળી જમીન જે શ્રી સરકાર ખાતે ચાલે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ખાતા નં. 250, સર્વે નં. 110 દર્શાવેલ તે રકમ અસરગ્રસ્ત ખેડૂત તરીકે પ્રવિણભાઇ ગેનાજી ચૌહાણનું નામ દર્શાવી રૂા. 96,000 જેટલી માતબર રકમ બેંક ઓફ બરોડાની શાખામાં જમા કરી છે અને અધિકારીઓની મિલીભગતથી તે રકમ કોણે ઉપાડી તે પણ એક શંકાશીલ પ્રશ્ન ઉભો થયો છે.

[google_ad]

 

જો તે બાબતે પણ પદ્ધતિસરની કાર્યવાહી કરી ઉંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. આ અંગે ખેડૂત ગણપતજી વેરશીજી સોલંકીના જણાવ્યા મુજબ, ‘રેવન્યુ રેકોર્ડ 7/12 અને 8 અમાં નામ હોવા છતાં જમીન ધોવાણના નાણાં અન્ય વ્યક્તિઓને ખોટી રીતે રેકોર્ડ ચડાવીને નાણાં ચૂકવવામાં ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે.’.

[google_ad]

 

ગામના સરપંચ અને તલાટી કમમંત્રી જાણ કરી હોવા છતાં પણ અમને કાન પર ન લેતાં ગણપતજીએ લાખણી મામલતદાર અને પાલનપુર કલેક્ટરને અરજી આપી પણ એમના તરફથી કોઇ જ ઉકેલ આવ્યો નથી.

[google_ad]

 

આ અંગે ખેડૂત ગણપતજી વેરસીજી સોલંકીનું જણાવ્યું હતું કે, ‘ભવિષ્યમાં આવા અધિકારીઓ આવું ગેરકાયદેસર કૃત્ય કરે નહી તે માટે અને અમારા કાયદેસરના હક્કો તેમજ નુકશાન કરેલ છે તે માટે કસૂરવાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને મળવાપાત્ર નુકશાનની રકમ ચૂકવવામાં આવે તેવી ખેડૂતે માંગ કરી છે.’

 

From – Banaskantha Update


Share