ડીસામાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ સાસરીયાઓ ઉપર હુમલો કરતાં ચકચાર : બંને પક્ષ વચ્ચે સાતથી વધુ લોકો ઘાયલ

Share

ડીસામાં એક યુવતીને પ્રેમ લગ્ન કરવાની મોટી સજા મળી છે. દરજી સમાજની આ યુવતીએ માળી સમાજના યુવક સાથે એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા.

[google_ad]

પરંતુ આ લગ્નથી નાખુશ યુવતીના પરિવારજનોએ સોમવારે યુવતીના સાસરીયાઓ પર હુમલો કરીને તેના પરિવારના 5 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા છે.

[google_ad]

આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે  108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં માળી પરિવાર પર સોમવારે હુમલો થતાં ચકચાર મચી ગઈ છે અને આ હુમલાનું કારણ આ પરિવારના મેહુલ માળીએ પ્રેમલગ્ન કરેલા છે. મેહુલ માળીએ એક વર્ષ પહેલાં ડીસાની આશાપુરી સોસાયટીમાં રહેતી રીન્કુ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

[google_ad]

આ પ્રેમ લગ્નથી યુવતીનો પરિવાર નાખુશ હતો અને અવાર-નવાર યુવતીને પરત પિયર આવવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ યુવતી તેના પિયરીયાના વશ ન થતાં સોમવારે આ રીન્કુ નામની યુવતીના માતા શિલ્પાબેન દરજી અને તેના પિતા રમેશભાઈ દરજી 20 થી વધુ લોકો સાથે મળી માળી સમાજના પરિવાર પર હુમલો કરવા પહોંચી ગયા હતા.

[google_ad]

અમૃતનગરમાં રહેતાં આ પરિવારના લગભગ 5 લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા હતા.

[google_ad]

આ બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.

[google_ad]

બાદમાં આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે  108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

આ હુમલામાં રીન્કુના દાદી સાસુ અને દાદા સસરા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે  108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

 

આ હુમલો કેમ થયો તે અંગે ભોગ બનનાર રીન્કુએ વધુ વિગતો આપી હતી.

 

From – Banaskantha Update


Share