જેનાલ રેલ્વે સ્ટેશન વરનોડાની સીમમાં રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી યુવતીએ જીવન ટૂંકાવતાં ચકચાર

Share

ડીસા તાલુકાના જેનાલ ગામની રેલ્વે સ્ટેશન વરનોડાની સીમમાં રવિવારે રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી અગમ્ય કારણોસર યુવતીએ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટના અંગે રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગથળા પોલીસને જાણ કરતાં આગથળા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના મોટા કાપરા ગામમાં રહેતાં રૂષાબેન વા/ઓ વિષ્ણુજી ઘેમરાજી ઠાકોર (ઉં.વ.આ. 30) પોતાના પરિવાર સાથે રહી ગુજરાન ચલાવતા હતા. ત્યારે યુવતીએ અચાનક રવિવારે ડીસા તાલુકાના જેનાલ રેલ્વે સ્ટેશન વરનોડા ગામની સીમમાં જઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી હતી. જ્યારે આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં રેલ્વે પોલીસને જાણ કરાઇ હતી.

 

[google_ad]

Advt 

 

રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગથળા પોલીસને જાણ કરતાં આગથળા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેનું કારણ શું છે તે હજુ સુધી રહસ્ય અકબંધ રહ્યું છે. જ્યારે યુવતીના મોતથી પરિવારજનોમાં કાલિમા પ્રસરી ગઇ છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share