ડીસાના માલગઢ નજીક નેડીયા ઢાંણીના માર્ગ ઉપર પાણી ભરાવાથી લોકોમાં આક્રોશ ભભૂકયો

Share

ડીસા તાલુકાના માલગઢ ગામની નેડીયા ઢાંણી વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર દેખાતાં આ દ્રશ્ય વરસાદી પાણીના નથી. અહીં બારેમાસ ઘર વપરાશનું ગંદુ પાણી આ માર્ગ ઉપર ભરાઈ રહે છે. પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોઈ આ સમસ્યા રોજીંદી બની છે.

[google_ad]

જો કે, ચોમાસા દરમિયાન અહીં સ્થિતિ વિકટ બની જાય છે. સ્થાનિક લોકોને અવર-જવરમાં પણ ભારે મુશ્કેલી ઉભી થાય છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં શાળાએ જતાં નાના બાળકો અને ખેતર કે શહેર તરફ આવતાં સ્થાનિક લોકો પણ મહા મુસીબતે આ માર્ગ પસાર કરે છે. જો કે, રોજીંદી આ સમસ્યા બાબતે સ્થાનિક લોકો દ્વારા સરપંચ સહીત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ અવાર-નવાર કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.

[google_ad]

આ અંગે સ્થાનિક રહીશ મહેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, ‘અમારા નેડીયા ઢાંણી વિસ્તારમાં આ સમસ્યા વરસાદી પાણીની નથી. અહીં બારેમાસ આ સ્થિતિ હોય છે. કેમ કે, ઘર વપરાશનું તમામ પાણી આ માર્ગ ઉપર ભરાઈ જાય છે. નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. બંને બાજુ ખેતર આવેલા હોવાથી ગંદુ પાણીનો નિકાલ ક્યાં કરવો તે એક મોટી સમસ્યા બની ગઇ છે.

[google_ad]

 

હાલમાં ચોમાસાની સિઝન હોઈ વરસાદી પાણી પણ ભેગું થઈ જતાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઇ છે. જેમાં પણ સ્કૂલે જતાં નાના બાળકો હોય કે બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે વાહન પણ અહીં મહા મુસીબતે પસાર થાય છે. જો કે, કાયમી આ સમસ્યા બાબતે અમો સ્થાનિક લોકો દ્વારા સરપંચ સહીતના અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે. તેમ છતાં પણ આ સમસ્યાનો આજદીન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી.’

 

From – Banaskantha Update


Share