દિયોદરમાં મોડી રાત્રે સાતથી વધુ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા : તસ્કરો સર સામાન અને રોકડ રકમ લઇ ફરાર

Share

દિયોદરના મુખ્ય બજારમાં આવેલી એક સાથે સાતથી વધુ દુકાનોમાં શનિવારે મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઇ સર સામાન અને રોકડ રકમની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. જ્યારે રવિવારે સવારે વેપારીઓને ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી ચોરીની જાણ વેપારીઓ દ્વારા દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દિયોદરમાં આવેલી મુખ્ય બજારમાં એક સાથે સાતથી વધુ દુકાનોમાં શનિવારે મોડી રાત્રે વરસાદના માહોલનો લાભ લઇ અજાણ્યા તસ્કરો સર સામાન અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા છે. જેમાં અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના ડી.વી.આર. કાઢીને પણ લઇ ગયા છે.

[google_ad]

જ્યારે રવિવારે સવારે વેપારીઓએ દુકાને આવ્યા ત્યારે કોઇક દુકાનોને તાળાં તૂટ્યા જણાયા હતા. ત્યારે કોઇક જૂની દુકાનોને પતરાંને બકારૂ પાડી અંદર પ્રવેશી ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે સાતથી વધુ દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વરસાદી માહોલમાં ચોર બેફામ બન્યા છે. ત્યારે વારંવાર દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ફરીવાર એકવાર ચોર ટોળકી સક્રીય બની છે.

[google_ad]

આ બનાવની જાણ વેપારીઓ દ્વારા દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસ દ્વારા આ ટોળકીને તાત્કાલીક ઝડપી પાડે અને યોગ્ય તપાસ કરે નહીતર વેપારીઓ એક સંગઠન થઇ દુકાનો બંધ રાખી આંદોલન કરવાની ચિમકી આપી છે. દિયોદરમાં છેલ્લા ૧૦ વર્ષથી દર વર્ષે પાંચ દુકાનોના તાળાં તૂટે છે. પોલીસે હજુ સુધી કોઇ જ ઉકેલ લાવ્યો નથી.

 

From – Banaskantha Update


Share