ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 2 શખ્સોને ચડોતરથી ઝડપ્યા

Share

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ પાલનપુર તાલુકાના ચડોતરમાં આવેલ એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં રાખેલ હતો. જેથી શુક્રવારે ફરિયાદી અને પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આવેલ એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં પડેલ પોતાની સેન્ટીંગના ફરમા ઓળખી બતાવ્યા હતા. જેમાં પોલીસે રૂા. 25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે શખ્સોની અટકાયત કરાઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

Advt

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ પાલનપુર તાલુકાના ચડોતર મુકામે આવેલ એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં રાખેલ છે. જે બાતમીના આધારે ફરીયાદી અને પોલીસ સ્ટાફના માણસોને ચોર મુદ્દામાલ બાબતે તપાસ કરવા ચડોતરમાં જણાવ્યું હતું.

[google_ad]

ફરીયાદીએ ચડોતરના એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં પડેલ પોતાના સેન્ટીંગના ફરમા ઓળખી બતાવતાં ચોરીમાં ગયેલ ફરમા નંગ-50 કિંમત રૂા. 25,000ના મુદ્દામાલ સાથે સહ આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ (સેન્ટીંગના ફરમાઓ) વેચાણથી લેનાર આરોપી કાદરભાઇ નુરાભાઇ માછલીયા (મુમન) (રહે. ટોકરીયા, તા. પાલનપુર) અને સમ્સ જાવેદખાન રહેમાનખાન પઠાણ (રહે. પાલનપુર, આનંદનગર સોસાયટી, જામપુરા, જી.ડી.મોદી કોલેજની પાછળ, તા. પાલનપુર) વાળાઓને ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share