મોડી રાત્રે વીજના થાંભલા પર શોર્ટ સર્કિટ થતાં લોકોમાં ભાગદોડ મચી

Share

પાટણ શહેરમાં સિદ્ધપુર રોડ ઉપર આવેલી રાજહંસ સોસાયટી, જનની સોસાયટી અને સૂદરમ સોસાયટીના મકાનોને અડીને પસાર થતી વિજ લાઈનમાં શનિવારની રાતે લગભગ 12:30 કલાકનાં અરસામાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ સર્જાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે, રહિશોની સમય સુચકતાથી જાનીહાનિ ટળતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો. બનાવની જાણ જીઈબી તંત્રને કર્યાને કલાકો પછી કર્મચારીઓ ઘટના સ્થળે આવતા રહિશોમાં રોષ જોવા મળ્યો હતો.

[google_ad]

એક તરફ ચોમાસા પૂર્વે જીઈબી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અર્થે રવિવારે રજાના દિવસે કલાકો સુધી લાઈટ કાપ કરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતી હોય છે છતાં ચોમાસાની ઋતુમાં અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં વિજ ફોલ્ટ સર્જાવાની સમસ્યા રોજ બરોજ સર્જાતી હોય છે. ત્યારે શનિવારની રાત્રે શહેરના સિદ્ધપુર હાઈવે રોડ પરની ત્રણ સોસાયટીને અડીને ખેતરમાં વિજ સપ્લાય માટે ઉભી કરવામાં આવેલ વિજ લાઈનમાં અગમ્ય કારણોસર શોટૅ સર્કિટ સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇને વિસ્તારના રહીશોમાં ફફડાટ સાથે અફડા તફડી મચી જવા પામી હતી.

 

[google_ad]

આ વિસ્તારના કેટલાક યુવાનોએ સમય સુચકતા સાથે અગ્નિ શામક સાધનો વડે આગને ઓલવી કોઈ અનિચ્છનિય ઘટના બનવા દીધી ન હતી. તો વિજ લાઈનમાં સર્જાયેલી શોર્ટ સર્કિટનાં કારણે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો. આ બાબતે રહિશો દ્વારા જીઇબી કચેરીને જાણ કરતાં કલાકો પછી જીઇબીના કર્મચારીઓ ઘટના સ્થળે આવતા વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

 

From – Banaskantha Update


Share