ડીસા-ભીલડી હાઇવે પર ઉભી ગાડી પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો

Share

બનાસકાંઠા જીલ્લાના ડીસા-ભીલડી હાઇવે પર રવિવારે ઉભી ગાડી પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડી પાછળ ડમ્પર ઘૂસી જતાં ચાલક ડમ્પરમાં ફસાતાં એક કલાકથી વધુ મહેનત બાદ જે.સી.બી. દ્વારા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં ડ્રાઇવરનો ચમત્કારીક બચાવ થયો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા-ભીલડી હાઇવે પર રવિવારે ઉભી ગાડી પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે.

[google_ad]

ઉભી ગાડી પાછળ ડમ્પર ઘૂસતાં ડમ્પર ચાલક ફસાઇ જતાં આજુબાજુના લોકો દોડી પહોંચી ચાલકને બહાર નીકળવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ જે.સી.બી. દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર નિકાળાયો હતો અને ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

From – Banaskantha Update


Share