વડગામમાં રેવન્યુ તલાટીએ પત્ની સાથે પ્રેમલગ્ન કરી, માર મારી દહેજની માંગણી કરતા પતિ, જેઠ સહિત સાસુ સામે FIR દાખલ

Share

ભારત સરકાર દ્વારા નારી સુરક્ષા અને સ્ત્રીઓ હક માટે 50 જન ભાગીદારીની અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજના ઇન્ટરનેટ યુગમાં ભણેલા, સરકારી બાબુઓ જ મહિલાઓ સાથે ઘરે હિંસા, માનસિક ત્રાસ સાથે મહિલાના ઉત્પીડનના કિસ્સાઓનો રેશિયો ઘટવાની જગ્યાએ, ઊંચો જઈ રહ્યો છે.

[google_ad]

ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના વડગામની જાગૃતિબેન પિતા પ્રતાપ ભાઈ બારોટ જ્યાં ડીસાના સોતમલા ગામે નિલેશભાઈ સેધાભાઈ બારોટ સાથે સમાજના રીતરિવાજ મુજબ સગપણ કર્યા હતા. પિતાની આર્થીક સ્થિતિ સારી ના હોય પતિ નિલેશના પરિવાર દ્વારા જલ્દી લગ્ન કરવાની ઉતાવળ કરાતા પિતાની મજબૂરી જોઈ, પિતાને આર્થીક બોજમાં મુક્તિ મેળવવા સમાજ અને માતા-પિતા, પરિવારની પરવા કર્યા વગર નિલેશભાઈ સેધાભાઈ બારોટ સાથે પ્રેમલગ્ન કર્યા.

[google_ad]

6 વર્ષના લગ્ન જીવનમાં પાંચ વર્ષના અને એક વર્ષના બાબાનો જન્મ આપ્યો, પણ થોડા સમય નિકળ્યા પછી શિક્ષક હર્ષદભાઈ સેધા ભાઈ બારોટ જેઠા દ્વારા અવાર નવાર ઘરે આવી મારી પતિ, સાસુને ચઢામણી કરી જાગૃતિ પ્રેમ લગ્ન કરી આવી એના પિતાએ શું મદદ કે સમાજ વહેવાર, કરિયાવરમાં કે દહેજમાં કશું લાવી નથી તેવા મેહેણા ટોણા મારતા હતા.

 

[google_ad]

પતિ દ્વારા દહેજની માંગણી સાથે માનસિક ત્રાસ આપી સાસુએ બોથડ પદાર્થ મારી જેઠ દ્વારા આને મારી નાખો પતિ દ્વારા માર મારતા મહિલા પિતાના ઘરે પહોંચી ત્યારે જાગૃતિ બેનના પિતાએ વડગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી, જ્યાં પીડિત જાગૃતિબેન બારોટ દ્વારા વડગામ પોલીસ મથકે પતિ નિલેશ ભાઈ સેધા ભાઈ બારોટ રેવન્યુ તલાટી સામે અને શિક્ષક જેઠ હર્ષદ સેધાભાઈ અને સાસુ પુષ્પાબેન સેધાભાઈ બારોટ સામે મહિલાને ખોટી રીતે માનસિક ત્રાસ સાથે ઘરેલુ હિંસા, દહેજ માટે ત્રાસ આપી મહિલાને માર મારતા હાલ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advt

[google_ad]

પિતાએ જણાવ્યું કે, મારી દીકરી સમાજની રીત મુજબ ડીસાના સોતમલા ગામે નિલેશ ભાઈ સેધા ભાઈ બારોટ સાથે સગપણ કરેલું હતું, અવાર નવાર દીકરીના લગ્ન માટે કહેતા હતા પણ મારી આર્થિક સ્થિતિ સારી ના હોય એકાદ વર્ષ પછી લગ્ન કરવા વ્યવસ્થામાં હતા જ્યાં મારી દિકરીએ ઘરની સ્થિતિ જોઈ નિલેશ સેધા ભાઈ બારોટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

 

[google_ad]

સામાજિક લોકોના સમજાવટથી બંનેના લગ્ન જીવન શરૂઆતમાં સારું હતું, પણ છેલ્લા પાંચ વર્ષથી દીકરીને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતા દીકરી પિતાના ઘરે આવતા હાલ દીકરીને વડગામ સરકારી દવાખાને સારવાર લઈ રહી છે જ્યાં પતિ સાસુ જેઠ સામે વડગામ પોલીસ મથકે મારી દીકરીને ન્યાય આપવા માંગ કરી છે.

 

 

From – Banaskantha Update


Share