કાંકરેજના અરણીવાડાથી બોડાલ જવાનો રસ્તો ખખડધજ હાલતમાં : ઠેર-ઠેર ખાડા પડતાં પાણી ભરાયા

Share

કાંકરેજ તાલુકાના અરણીવાડાથી ડીસા તાલુકાના બોડાલ ગામને જોડતો રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં બન્યો છે. ત્યારે રસ્તામાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે હવે સામાન્ય વરસાદના કારણે મોટાભાગના ખાડા પડતાં પાણી ભરાયા છે.

[google_ad]

જેમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માત થવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલીક તપાસ કરીને આ રસ્તો ફરીથી રીપેર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

 

[google_ad]

જોકે, ચાર વર્ષ જેટલો સમય વિતી ગયો છે અને હવે ખાડા પડતાં રસ્તો ખખડધજ હાલતમાં ફેરવાઇ ગયો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના નવા જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતાજી ઠાકોર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઇને યોગ્ય રીતે કામ કરે તેવી લોકોમાં ભારે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે શું નવા જીલ્લા પંચાયત પ્રમુખ પોતાના કાંકરેજ તાલુકાની પ્રજાના પ્રશ્નો અંગે નિરાકરણ લાવશે કે નહી તે એક મોટો પ્રશ્ર છે.

 

From – Banaskantha Update


Share