બનાસકાંઠાના ચાર વિદ્યાર્થીઓએ કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું

Share

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના 4 યુવાનોએ કબડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી કબડી સ્પર્ધામાં આંધ્રપ્રદેશ સામે યોજાયેલી ગુજરાત નેશનલ કબડીની રમતમાં 33 વિરુદ્ધ 37 પોઇન્ટથી વિજેતા બનતા ગોલ્ડ મેડલ મેળવી માત્ર બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાને આમ તો વર્ષોથી પછાત જીલ્લો માનવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે હવે બનાસકાંઠા જીલ્લા થતી પ્રગતિના કારણે હવે બનાસકાંઠા જીલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે. શનિવારે બનાસકાંઠા જીલ્લો ખેતી અને રમત-ગમત ક્ષેત્રે દુનિયામાં પોતાનું નામ મોખરે કરી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ ભણતરની સાથે-સાથે રમત-ગમત ક્ષેત્રે આગળ આવે તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.\

[google_ad]

જેમાં ગુજરાતભરમાં અનેક રમતોનું આયોજન થાય છે. અને આ રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી વિજેતા બનતા હોય છે. બનાસકાંઠા જીલ્લામાં પણ અત્યાર સુધી અનેક રમતવીરોએ રમત-ગમત ક્ષેત્રે નામના મેળવી છે. બનાસકાંઠા જીલ્લામાં જ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ બનાસકાંઠા જીલ્લાના અનેક ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી જીલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. ડીસાના ચાર ખિલાડી ચૌધરી કુશ બાબરાભાઈ, તેજારામ પ્રેમાભાઈ માજીરાણા, પટણી અજયકુમાર અશોકભાઈ અને કેયુર મેહુલભાઈ ઠકકર આ તમામ ખિલાડી કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કરેલ છે.

[google_ad]

છેલ્લા બે વર્ષથી તે સતત કબડ્ડીની રમત માટે દિવસના 5 થી 7 કલાક સુધી પ્રેક્ટિસ કરે છે. જીલ્લા અને સ્ટેટ લેવલે કબડ્ડીની રમતમાં આ ચારે ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરતાં નેશનલ કબડીની ટીમમાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ નેપાળ ખાતે યોજાયેલી છ દિવસીય કબડ્ડીની રમતમાં તેમને ભાગ લીધો હતો. ત્યાં પણ તેમને ખૂબ જ સારું પ્રદર્શન કરી જીત મેળવી હતી. ઇન્ટરનેશનલ લેવલે પણ તેમને ખૂબ જ સારૂ પ્રદર્શન કરી વિજેતા બનતાં તેમને ગોલ્ડ મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

[google_ad]

 

ત્યારે બાદ તાજેતરમાં ગુજરાત નેશનલ કબડીનું આયોજન રાજસ્થાનના જેયપુર ખાતે થયું હતું. જેમાં આ ચારે યુવાનોએ ફાઇનલ મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરી આંધ્રપ્રદેશની ટીમ સામે 33 વિરુદ્ધ 37 પોઇન્ટ થી જીતી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ અંગે ગોલ્ડ મેડલ મેળવનાર કબડીના ખેલાડીઓએ જણાવ્યું હતું કે, અમારી ટીમ 4 પોઈન્ટથી જીતી, અમને ગોલ્ડ મેડલ મળ્યો છે , અમને ખુબજ ખુશી છે અને આગળ હજુ પણ દેશ માટે વધુ મેડલ લાવીશું.

 

From – Banaskantha Update


Share