ડીસા માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે રૂ. 66 લાખનું દાન કર્યું

Share

અમદાવાદ ખાતે નિર્માણ પામનાર રબારી સમાજના નવિન શૈક્ષણિક સંકુલ માટે રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા રૂ. 66 લાખ જેટલું માતબર દાન આપવામાં આવ્યું છે. જેથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી માવજીભાઇ દેસાઇનું સન્માન કરાયું હતું.

[google_ad]

રબારી સમાજના શૈક્ષણિક કાર્યમાં હર હંમેશ માટે આગળ રહેતાં અને ડીસા ખાતે સમાજના શૈક્ષણિક સંકુલ માટે કરોડો રૂપિયાની જમીન (ભૂમિ દાતા) નું દાન કરીને સમાજને શિક્ષણ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહેલા રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ દ્વારા અમદાવાદ ખાતે બની રહેલાં રબારી સમાજના અધતન શૈક્ષણિક સંકુલ એટલે કે “રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ” માં પણ રૂ. 66 લાખ જેટલું માતબર દાન આપીને સમાજના કાર્યમાં સહભાગી થયા છે.

[google_ad]

advt

આથી શુક્રવારે અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે અને રબારી સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને રબારી સમાજના આગેવાન માવજીભાઇ દેસાઇનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું.

 

From – Banaskantha Update


Share