ઈંગ્લેન્ડના ક્રિકેટરો ભારતીય ક્રિકેટરો પર રોષે ભરાયા : ક્વોરેન્ટાઈન રહેવાનું હોવા છતાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફર્યા

Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી સિરિઝની પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ થયા બાદ ઈંગ્લેન્ડના ક્રિકેટરો રોષે ભરાયેલા છે.

[google_ad]

મળતા અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ ટેસ્ટ મેચ રદ થવા માટે ટીમ ઈન્ડિયાને જવાબદાર માની રહ્યા છે અને ભારતીય ટીમ પર તેઓ ગુસ્સે છે. જેના પગલે ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ આઈ.પી.એલ.માં ભાગ નહીં હેલાનુ નક્કી કર્યુ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

[google_ad]

advt

ઈંગ્લેન્ડની ટીમના પાંચ ખેલાડીઓ જોની બેરસ્ટો, સેમ કરેન, મોઈ અલી, ડેવિડ મલાન, ક્રિસ વોક્સ પૈકીનો કોઈ એક ક્રિકેટર આઈ.પી.એલ. ના રમે તેવી શક્યતા છે.

[google_ad]

 

આ તમામ ઈંગ્લિશ ખેલાડીઓને ટીમ ઈન્ડિયાની સાથે જ ચાર્ટર્ડ ફ્લાઈટમાં યુ.એ.ઈ પહોંચવાનું છે. જ્યાં અધુરી આઈ.પી.એલ.ની બાકીની મેચો રમાવાની છે. આ મેચોનો પ્રારંભ 19 ડિસેમ્બરથી થવાનો છે.

[google_ad]

 

એક બ્રિટિશ અખબારનુ કહેવુ છે કે, ઈંગ્લેન્ડના કેટલાંક ખેલાડીઓને લાગે છે કે, ભારતીય ખેલાડીઓએ કોરોનાના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન નહોતુ કર્યુ. ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ જાહેર થયા તે બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ક્વોરેન્ટાઈન રહેવાનું હતુ પણ મેચના એક દિવસ પહેલા ગુરૂવારે કેટલાંક ભારતીય ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફરી રહ્યા હતા.

[google_ad]

 

એવુ પણ જાણવા મળ્યુ છે કે, મેચની આગલી રાતે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સી.ઈ.ઓ.ને મેલ કરીને કહ્યુ હતુ કે, અમે પાંચમી ટેસ્ટ રમવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં ઈંગ્લેન્ડે એક કે બે દિવસ બાદ મેચ શરૂ કરવાની ઓફર મુકી હતી પણ ભારતીય ખેલાડીઓ તે માટે પણ તૈયાર થયા નહોતા. તેમને કોરોનાથી સંક્રમિત થવાનો ડર લાગી રહ્યો હતો.

[google_ad]

જો કે ટેસ્ટ મેચ મોડી શરૂ થાત તો આઈ.પી.એલ.માં ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટરો શરૂઆતની મેચોમાં ઉતરી શકતા નહીં. કારણકે 19 સપ્ટેમ્બરથી આઈ.પી.એલ. શરૂ થાય છે અને તે પહેલા યુ.એ.ઈ.માં પહોંચ્યા બાદ ક્રિકેટરોને અમુક સમય માટે ક્વોરેન્ટાઈન રહેવાનું હતુ.

From – Banaskantha Update


Share