બનાસકાંઠા ગ્રાહક અદાલત આઇ.સી.આઇ.સી.આઇ. બેંકને રૂા. 61,707 ચૂકવવાનો આદેશ કર્યો

Share

આજકાલ બેંકો ગ્રાહકોને ધક્કા ખવડાવી ગ્રાહકોના કામ કરવામાં ગલ્લા-તલ્લા કરે છે. આવી જ રીતે બેંકોના ધરમ ધક્કા ખાઇને થાકી ગયેલા ગ્રાહકે ડીસાની જાણીતી ગ્રાહક બેઠક સંસ્થામાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળમાં જાણીતી આઇ.સી.આઇ.સી.આઇ. બેંક વિરૂધ્ધ ફરિયાદ કરતાં અને સંસ્થા દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક અદાલતે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની સેવામાં ખામી ઠેરવી વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

[google_ad]

File Photo

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના સરદારપુરા ગામમાં રહેતાં ખેડૂત હરજીભાઇ સગરામજી માળીએ પોતાના પશુઓ માટે આઇ.સી.આઇ.સી.આઇ. બેંક પાસેથી રૂા. 1,00,000 ની લોન લીધી હતી અને તેની સાથે તે પશુઓનો વીમો પણ લીધો હતો. પશુઓ માટે લીધેલી લોનની ભરપાઇ પૂરેપૂરી કરતાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકે ગ્રાહકને નોડયું સર્ટીફીકેટ પણ આપ્યો હતો.

[google_ad]

File Photo

આ દરમિયાન ગ્રાહકના વિમિત પશુનું મરણ થતાં ગ્રાહકે રૂા. 47,000 નો વીમા ક્લેમ વીમા કંપનીમાં મૂકતાં વીમા કંપનીએ ક્લેમ મંજૂર કરી વીમા ક્લેમની રકમ ગ્રાહકના લોન એકાઉન્ટમાં ચૂકવી દીધી હતી. વીમાના ક્લેઇમની રકમ ગ્રાહકના લોન એકાઉન્ટમાં ચૂકવાયેલ હોવાની જાણ ગ્રાહકને થતાં ગ્રાહકે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની ડીસા શાખામાં જઇ બેંક મેનેજરને વીમાની રકમ લોન ખાતામાંથી પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર કરવા વિનંતી કરતાં બેંક મેનેજરે ગ્રાહકના બચત ખાતાની વિગતો ન હોવાના ખોટા કારણો જણાવી વીમા ક્લેઇમની રકમ ગ્રાહકના બચત ખાતામાં ટ્રાન્સફર કરી આપી ન હતી.

[google_ad]

advt

આ અંગે ગ્રાહકે વારંવાર બેંક મેનેજરને વિનંતી કરી હોવા છતાં પણ અને બેંક મેનેજર ગ્રાહકની વિનંતીને ધ્યાને ન લેતાં તેમજ ગ્રાહકને ચૂકવવાની થતી કાયદેસર રકમ ચૂકવી ન આપતાં વારંવાર બેંકના ધરમ ધક્કા ખાઇને થાકી ગયેલા ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક હીત રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ કે. દવેને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવી લેખિત ફરિયાદ કરી હતી.

[google_ad]

 

જે અંગે જાગૃત નાગરિકે નોટીસ આપેલી પણ બેંક દ્વારા ગ્રાહક નાણાં ન ચૂકવી આપતાં ગ્રાહકોના હીત માટે લડત આપતી સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશભાઇ શર્માએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ નં. 137/2018 થી ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક અદાલતના પ્રમુખ અરવિંદભાઇ એસ. ગઢવી અને સભ્ય બી.વી. ત્રિવેદીની જ્યુરીએ પ્રિતેશભાઇ શર્માની દલીલોને માન્ય રાખી બેંક દ્વારા ગ્રાહક સાથે સેવામાં ખામી થયેલ હોવાનું ઠરાવી ગ્રાહકને લેવાના થતાં કાયદેસર નાણાં રૂા. 47,000 ફરિયાદ દાખલ થયા તા. 07/08/2018 થી 8 ટકા વ્યાજ ઉપરાંત ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસના મળી કુલ રૂા. 61,707 ચૂકવવાનો આદેશ કર્યો છે. જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો છે.

 

From – Banaskantha Update


Share