ડીસા દક્ષિણ પોલીસે ચોરીના બાઇક સાથે એક શખ્સને ઝડપ્યો

Share

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રીસાલા બજાર ચાર રસ્તા નજીકથી બાતમીના આધારે એક શંકાસ્પદ બાઇક નંબર પ્લેટ વગરના સાથે એક બાઇક સવારને રોકી પૂછપરછ કરતાં બાઇક ચોરીનું હોવાનું માલૂમ પડયું હતું. જેથી શખ્સની અટકાયત કરી બાઇક જપ્ત કર્યું હતું. આ અંગે બાઇકના માલિકે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે રીસાલા બજાર ચાર રસ્તા નજીકથી એક શંકાસ્પદ બાઇક નંબર પ્લેટ વગરના સાથે એક બાઇક સવારને રોકી પૂછપરછ કરી હતી.

[google_ad]

advt

 

જેનું નામ સુખાજી રમેશજી ઠાકોર (કુડેચા) (રહે. સોની, તા. દિયોદર) જણાવ્યું હતું. જેની પાસેથી દિયોદરના હગોટ ગામના પ્રધાનજી પ્રતાપજી ઠાકોરનું બાઇક મળી આવતાં સુખાજી ઠાકોર સામે શિહોરી પોલીસ મથકે સોંપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share